ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમય થી કાયદો અને વ્યવસ્થા ના લીરેલીરા ઉડી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે પરંતુ જેને લઇ ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય ના ડીજીપી દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી પણ રહ્યા છે.ગુજરાત પોલીસ નું નામ પણ ભારત ભર માં મોખરે ગણવામાં આવી રહ્યું છ પરંતુ ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ અને પોલીસકર્મીઓના કારણે ગુજરાત પોલીસ ની છાપ ખરડાઈ રહી હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.આજે વાત કરવામાં આવે તો નશાબંધી વિજીલન્સ ખાતાના પી.આઈ. બી.સી.યાદવ ની તો પી.આઈ.બી.સી.યાદવ એટલી હદે બેફામ બન્યા છે કે અમદાવાદ અને ગુજરાત છોડી ને રાજસ્થાનમાં પણ તોડ કરવા પહોચી જવામાં માહિર હોવાની અનેક વાતો સામે આવી રહી છે. સરકારી તપાસના કામે રાજસ્થાન ગયેલા પી.આઈ.બી.સી.યાદવ આબુ રોડ ની એક રેસ્તોરાંત ઉપર રોફ જમાવવા લાગ્યા હતા અને પોતે અધિકારી હોવાની વાત કરી હોટલ માલિક ભૈરવ ભાઈ ખેતાજી દરજી સાથે દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને રિવોલ્વર ની અણીએ હોટલ માલિક ઉપર દાદાગીરી શરુ કરી દીધી હતી.ત્યારબાદ હોટલ માલિક ભૈરવ ભાઈ દરજી દ્વારા ગૃહ સચિવ,મુખ્યમંત્રી સહીત અનેક જગ્યાઓ ઉપર ફરિયાદ કરવા છતાં પણ આજ દિન સુધી કોઈપણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં ન આવતા અનેક અવલો ઉભા થવા પામ્યા છે.તારીખ ૦૭/૦૨/૨૦૨૨ ના રોજ કરેલ અરજી ના આધારે ફરિયાદી દ્વારા નિવેદન લખાવી હોટલ ના સીસીટીવી પણ રજુ કાર્ય હતા જેમાં પી.આઈ.બી.સી.યાદવ દાદાગીરી કરતા નજરે પણ પડી રહ્યા છે તેમ છતા પણ આજ દિન સુધી કોઈપણ પ્રકાર ની કાર્યવાહી પી.આઈ.બી.સી.યાદવ ઉપર કરવામાં ન આવતા અંક સવાલો ઉભા થવા પામ્યા છે.ફરિયાદી દ્વારા પોતાની ફરિયાદમાં પણ આક્ષેપ કર્રેલ છે કે આરોપીઓ માથાભારે અને ગુજરાત પોલીસમાં હોદ્દા ઉપર હોવાથી પુરાવાનો નાશ કરવા માટે પણ મોને દબાણ કરાવી રહ્યા છે જેથી ફરિયાદી પણ ભય હેઠળ જીવી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે.ફરિયાદી દ્વારા એક ચીમકી પણ ઉચ્ચારવા માં આવી છે કે જો આગામી દિવસોમાં પી.આઈ.બી.સી.યાદવ ઉપર કાર્યવાહી કરવામાં નહિ આવે તો અમો હોટલ એસોસીએશન ના અભો સાથે મીટીંગ યોજી અને પાલનપુર એસ.પી. કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરીશું અને જો તમ છતા પણ કોઈપણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી ને રૂબરૂ મળી આવેદન પાઠવીશું અને ન્યાય ની માંગણી કરીશું.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સવેદનશીલ ગુજરતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ કૌભાંડી પી.આઈ. બી.સી.યાદવ ઉપર કાર્યવાહી કરે છે કે કેમ ?
વધુ વિગતો વાચવા માટે અમારો હવે પછીનો અંક ભાગ ૪ માં જોતા રહો.