AHMEDABAD : એબેલોન કંપની માંથી હાંકી કાઢવામાં આવેલ કર્મચારીઓએ કંપનીને બદનામ કરવા NCP ના નેતાનો લીધો સહારો કે શું !? કોણ છે આ નમૂનાઓ !? જાણો વિશેષ અહેવાલ ભાગ 1 !

0
749

ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્વરછ ભારત અભિયાન અંતર્ગત અનેક સારા કામ કરી રહી હોવાના અનેક પુરાવા સામે આવી રહ્યા છે અને અનેક અલગ અલગ કંપનીઓ ને વેસ્ટ એનર્જીનો કોન્ટ્રાકટ આપી સફાઈ અભિયાન નું કામ કરાવવા માં આવી રહ્યું છે.ત્યારે આજે વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી એબેલોન કંપની ને વેસ્ટ ટુ એનર્જીનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે જે કંપની માં અમદાવાદ ના મણિનગર વિસ્તારમાં રહેતા અને પોતે ભાજપના જ નેતા હોવાનું રટણ કરતા બે સહકારી આગેવાનો એબેલોન કંપની માં કામ કરતા હતા અને જ્યાં ખોટી રીતે પૈસાની ગેરરીતિઓ કરતા જ એબેલોન કંપની ના માલિક ને આ વાત ની જાણ થતાં જ આ બને ને નોકરી માંથી હાંકી કાઢવામાં આવશે તેવી ગંધ આવી જતા જ કંપની ના અલગ અલગ ડોક્યુમેન્ટ ની ઓફિસ માંથી ઉઠાંતરી કરી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જે ડોક્યુમેન્ટ ના આધારે હવે જે ભાજપના નેતા હોવાનું રટણ કરતા હતા તે બને સહકારી આગેવાનો દ્વારા NCP ના નેતા અને દાણીલીમડા સહિત અનેક વિસ્તારોમાં તોડબાજ તરીકે નામના મેળવનાર આકાશ સરકાર ની પાસે ખોટી રીતે અરજીઓ કરાવી અને ભાજપ સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બદનામ કરવાનું ષડયંત્ર આકાશ સરકાર ની ઓફિસમાં બેસી ને કરી રહ્યા હોવાની માહિતી અંગત સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે.
બીજી તરફ વાત કરવામાં આવે તો બે સહકારી આગેવાનો મા ના એક આગેવાન તો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોટેશન એટલે કે AMTS માં હોવાની વાત પણ સામે આવી રહી છે પરંતુ આ બાબત માં જો અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા એ સહકારી આગેવાનની હાજરી પત્રક ની તપાસ કરવામાં આવે અને ઓફિસમાં ક્યારે આવે છે તેની તપાસ કરવામાં આવે તો સહકારી આગેવાન ની કાળી કરતૂતો નો પર્દાફાશ થઈ શકે તેમ છે.જો આ બાબતને લઈ ને ભાજપ સરકાર ના ઉચ્ચ નેતાઓ દ્વારા તપાસ કરવામાં આવે તો આ બંને સહકારી આગેવાનો નો ભાંડો ફૂટી શકે તેમ છે.
NCP નેતા આકાશ સરકાર અને બને સહકારી આગેવાનો ની બીજી કાળી કરતૂતો વાંચતા રહો અમારા ભાગ 2 માં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here