ગુજરાત સરકાર આમ તો દારૂબંધીની મોટી મોટી વાતો કરે છે અને બીજી તરફ ગાંધીના ગુજરાત એવા અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે દારૂની રેલમછેલ થતી જોવા મળી રહી છે.થોડા દિવસ પહેલા જ અમદાવાદ શહેરમાં ડીસીપી તરીકે આવેલા એક IPS અધિકારીની ઓફિસમાં જ વિદેશી દારૂની પેટીઓ સંતાડેલી હતી તેમ છતાં પણ તેમને જાણ નહિ થતા પોલીસ બેડામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાંથી પોલીસે તાજેતરમાં જ વિદેશી દારૂ પકડ્યો હતો.ડીસીપી સ્કવોડે પોહી એકટ મુજબ કેસ પણ કર્યો હતો.પરંતુ વહીવટદાર ગિરી અને તેની સામે બીજા એક વહીવટદાર નો અંદર અંદરનો ઝગડો થતા પકડાયેલ વિદેશી દારૂ ની ચાર પેટી એલસીબીના એક પી.એસ.આઈ.અને તેમની ટીમ દ્વારા ડીસીપી ઓફિસમાં જ મૂકી દીધી હતી.પોલીસે કરેલા કેસમાં દારૂ પોલીસે ઓન રેકોર્ડ લીધો ન હતો. પરંતુ ઓછા દારૂનો કેસ થાય અને વધેલો દારૂ વેચી ને રોકડી ક્યાંતો પોતાના મહેમાનો ની મહેમાન ગતિ કરવા ઉપયોગમાં લેવાય તેવા પ્રયાસ હોવાનું પોલીસ બેડામાં જ ચર્ચાઈ રહ્યું છે.
ક્રમશઃ
આ બને વહીવટદારો ની વધુ અપડેટ અમારા ન્યૂઝમાં જોતા રહો