આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટલીયા સિવાયનું આખું માળખું વિખેરાયું ! શુ ગોપાલ ઇટલીયા ને નહીં બદલવાથી આમ આદમી પાર્ટી આવશે આગળ !?

0
226

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આ વખતે રાજ્યમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે આજે આમ આદમી પાર્ટી દ્વારા નવી રણનીતિ ગોઠવી છે. આ રણનીતિનો અમલ કરવા માટે સંગઠનને મજબૂત બનાવવામાં આવશે. તે ઉપરાંત પાર્ટીના હાલના માળખામાં પણ ફેરફાર કરવામાં આવશે. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજે પાર્ટીનું માળખું વિખેરવાની પણ જાહેરાત કરી હતી.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, તિરંગા યાત્રા કરી, જનસંવેદના યાત્રા કરી અને ગામડા બેઠક યોજી છે. જેમાં લોકોનો અમને પ્રતિસાદ મળી રહ્યો છે. મહેસાણામાં અરવિંદ કેજરીવાલની બે દિવસ પહેલા યોજાયેલી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાજપ હવે આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. હું અમારા કાર્યકર્તાઓનો આભાર માનું છું. આમ આદમી પાર્ટીએ ચૂંટણીને લઈ વ્યૂહરચના મૂકી છે.પાર્ટીના હાલના માળખામાં ફેરફાર કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સિવાય આખું માળખું આજે વિખેરાશે.

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચૂંટણી જીતવાની વ્યૂહરચનાને પગલે આજથી સંગઠન માળખાને વિખેરવામાં આવી રહ્યું છે. માત્ર પ્રદેશ પ્રમુખનો હોદ્દો ચાલુ રહેશે. નવા માળખાની જાહેરાત ટૂંક સમયમાં કરવા આવશે. આજદિન સુધી માળખું લોકો સુધી વાત પહોંચાડવા સુધીનું હતું.હવેનું સંગઠન માત્ર ચૂંટણીલક્ષી બનાવવામાં આવશે.તમામને ફરી સ્થાન મળશે. આમ આદમી પાર્ટી માટે જેને તન મન ધનથી કામ કર્યું છે તે તમામને સ્થાન મળશે. માળખું નાનું નહીં પરંતુ મોટું કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here