લો બોલો ! અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ-ત્રણ વહીવટદારનું રાજ ! માધુપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. ને એવી તો શું જરૂર પડી કે ત્રણ ત્રણ વહીવટદાર રાખવા પડ્યા !

0
545

માધુપુરા પોલીસ સ્ટેશનના વહીવટદાર ભુપેન્દ્રસિંહ અને રવીન્દ્રસિંહની કોના છે આશિર્વાદ ! વિજિલન્સ અધિકારી નિરલિપ્ત રાય નો પણ નથી રહ્યો ડર ! ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડાની આપી દીધી છે મંજૂરી !

ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે.
પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના માધુપુરા વિસ્તારની કે જ્યાં માધુપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર રવીન્દ્રસિંહ દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની મંજૂરીઓ આપવામાં આવી છે જે વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.માધુપુરા પોલીસ સ્ટેશન ના પી.આઈ. દ્વારા વહીવટદાર રવીન્દ્રસિંહને રાખવામાં આવ્યા છે અને રવિન્દ્ર સિંહ દ્વારા પી.આઈ.વતી ઉઘરાણું કરવામાં આવતું હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે
અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં મળતા દારૂ જુગાર અને નશીલા પદાર્થો વેચનારના નામ અને સરનામાની માહિતી નીચે મુજબ છે :

1.હુસેન
અંગ્રેજી દારૂ
ગવર્નમેન્ટ કોલોની માં ખુલ્લેઆમ અંગ્રેજી દારૂનું વેચાણ

  1. નુરુ
    અંગ્રેજી દારૂ
    તાવડીપુરા માં ખુલ્લેઆમ અંગ્રેજી દારૂનું વેચાણ
  2. ગલી
    દેશી દારૂ
    મોરછાપ ફેકટરી ની સામે ખુલ્લેઆમ દેશી દારૂ નું વેચાણ
  3. શ્રવણ
    અંગ્રેજી દારૂ
    માધુપુરા માર્કેટમાં અંગ્રેજી દારૂ નું વેચાણ
  4. શેનાઝ
    દેશી દારૂ નો અડ્ડો
    માધુપુરા વિસ્તારમાં ધોબીઘાટ પાસે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ
  5. કલર
    દેશી દારૂ નું વેચાણ
    મહેંદી કુવા પોલીસ ચોકીની બાજુમાં ખુલ્લેઆમ દેશી દારૂ નું વેચાણ
  6. ટપો
    અંકલેશ્વર ચાલીમાં સ્મશાનની બાજુમાં ખુલ્લેઆમ દેશી દારૂ નું વેચાણ

હજુ પણ મધુપુરા વિસ્તારના બીજા દારૂના અડ્ડાઓ નું લિસ્ટ બીજા ભાગમાં પ્રકાશિત કરવામાં આવશે.

જો આવીરીતે અમદાવાદ શહેર ખુલ્લેઆમ દારૂ અને જુગાર તથા નશીલા પદાર્થોના ખુલ્લેઆમ ધંધા ધમધમતા હોય અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર આ વાત થી અજાણ હોય તે વાત જરા પણ માનવામાં ન આવે તેવી હોય તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here