રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ “ગિરી” ઉપર ક્યાં અધિકારીના છે આશીર્વાદ !? ઝોન 1 ડીસીપી ને પણ આવ્યું નીચું જોવાનું ! શુ છે સમગ્ર મામલો !

0
889

સરકાર એક તરફ દારૂબંધીની મોટી મોટી વાતો કરે છે તો બીજી તરફ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને એક એસીપી સાહેબનો વહીવટ કરનાર “ગિરી” દ્વારા તોડપાણી કરીને ચાર પેટી વિદેશી દારૂ છુપાવી દીધી હોવાની ચર્ચાએ પુરજોશ માં જોર પકડ્યું છે.આ ઘટનાથી આજાણ ડીસીપી ઝોન 1 લવીના સિન્હા ને ઉચ્ચ અધિકારી સામે નીચું જોવાનું આવ્યું છે.આ વાત વાયુવેગે અમદાવાદ શહેરમાં ફેલાઈ જતા ઝોન 1 ડીસીપી લવીના સિન્હા ના નામ ઉપર છાંટા ઉડ્યા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.
આ “ગિરી” નામનો કોન્સ્ટેબલ એટલી હદે ચર્ચામાં રહેલ છે કે અગાઉ ના ડીસીપી રવિન્દ્ર પટેલ ઉપર પણ છાંટા ઉડાડતા ડીસીપી રવિન્દ્ર પટેલ દ્વારા તેની બદલી રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે કરી દેવામાં આવી હતી.પરંતુ કડક ઈસ્ત્રી વાળા કપડાં પહેરવાની ટેવ ધરાવતા વહીવટદાર “ગિરી”ને ક્યાં અધિકારી છાવરી રહ્યા છે તે પણ એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે.”ગિરી” નામના કોન્સ્ટેબલ ની નોકરી રખિયાલ માં હોવા છતાં પણ કડક ઈસ્ત્રી વાળા કપડાં પહેરી પોતાનો રોફ જમાવવા ઝોન 1 વિસ્તારના જ એસીપી ની સેવા કરવા આવી જતા હોવાની વાત પોલીસ બેડા માં ચર્ચાઈ રહી હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ અગાઉ ના ડીસીપી રવિન્દ્ર પટેલ ની બદલી થઈ જતા નવા ડીસીપી લવીના સિન્હા ને મુકવામાં આવતા પોલીસ જગતમાં પણ ખબર છે કે ઝોન 1 ડીસીપી લવીના સિન્હા એક તટસ્થ અધિકારી છે અને કોઈનું ખોટું ચલાવી લેતા નથી પરંતુ આ ગિરી નામના વહીવટદાર ને ઝોન 1 ડીસીપી કરતા પણ વધુ પાવર હોવાનું જાણવા મળી રહ્યું છે.અત્યારે હાલમાં તો વહીવટદાર “ગિરી” ના લીધે ઝોન 1 ડીસીપી અને તેમનો સ્કોવર્ડ બદનામ થઈ રહ્યો હોય તેવું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.

ક્રમશઃ
“વહીવટદાર ગિરી ની હજુ બીજી ઘણી કહાનીઓ ટૂંક સમયમાં જોતા રહો અમારા આગળના આર્ટિકલમાં”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here