સ્કૂલમાં ભણતા બાળકો પાસેથી માતાપિતા લેસનનો ખાસ આગ્રહ રાખતા હોય છે અને લેસન ના કરતા બાળકો માટે બાળકોને ક્યારેક સજા પણ કરી નાખતા હોય છે પરંતુ આવું કરવું યોગ્ય નથી તેને કારણે બાળકોનું શારીરિક અને માનસિક સંતુલન ખોરવાતું હોય છે.
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં બુધવારે સવારે એક પાંચ વર્ષની બાળકીને તેની માતાએ કથિત રીતે તેના ઘરની છત પર બાંધીને છોડી દેવામાં આવી હતી.બાળકીના હાથ-પગ દોરડાથી બાંધી, અને તે તડકામાં સંઘર્ષ કરી દિલ્હી પોલીસે કહ્યું કે તેઓએ પરિવારને શોધી કાઢયો છે અને માતા-પિતા વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.ઘરની છત પર તડકામાં તરફડિયા મારી રહેલી બાળકી જોવા મળીએક સ્થાનિક દ્વારા શૂટ કરવામાં આવેલા વીડિયોમાં, છોકરી પોતાને છોડવાના કરવાનો પ્રયાસ કરતી વખતે લથડિયાં ખાતી જોવા મળે છે અને કોઈ ની જોડે મદદ માટે રડતી પણ સંભળાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકીને સ્કૂલનું હોમવર્ક ન કરવા બદલ સજાના ભાગરૂપે તેને બાંધીને ટેરેસ પર બેસાડી દેવામાં આવી હતી, એક અધિકારીએ જણાવ્યું હતું કે, તે નજીકની સ્કૂલમાં અભ્યાસ કરે છે.
ખજુરી ખાસ અને કરાવલ નગરમાં ટીમો મોકલવામાં આવી હતી. થોડા સમય બાદ એક ટીમને સરનામું મળ્યું. અમે ત્યાં ગયા અને માતાપિતાને શોધી કાઢ્યા. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છોકરીના પિતા દરજીનું કામ કરે છે અને આ ઘટના બની ત્યારે તે બહાર હતા. બાળકીની માતા ગૃહિણી છે.