પ્રોફેટ મોહમ્મદ પરની ટિપ્પણી અને સસ્પેન્ડેડ નુપુર શર્માની ધરપકડ અને નવીન જિંદાલને ભાજપમાંથી હાંકી કાઢવાના વિરોધમાં શુક્રવારે દેશભરમાં મુસ્લિમ સંગઠનો નમાજ પછી રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેના ઉગ્ર પ્રદર્શનથી અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. ઉત્તર પ્રદેશના લખનૌ, મુરાદાબાદ, સહારનપુરમાં ઉગ્ર હંગામો થયો હતો. પ્રયાગરાજમાં બદમાશોએ PAC કારને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. દેવબંદમાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. દિલ્હીમાં જામા મસ્જિદની બહાર ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર અને દેખાવો યોજાયા હતા.
ભારે હોબાળો થયો. પ્રયાગરાજમાં બદમાશોએ PAC કારને સળગાવવાનો , પ્રયત્ન કર્યો હતો. દેવબંદમાં પોલીસે પરીસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. દિલ્હીમાં જામા મસ્જિદની બહાર ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર અને દેખાવો યોજાયા હતા. ઝારખંડની રાજધાની રાંચીમાં સૌથી વધુ હિંસક પ્રદર્શન થયું. જેમાં SSP સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. બદમાશો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાને કારણે SSPનું હેલ્મેટ તૂટી ગયું હતું. અહીં એક બદમાશનું પણ મોત થયું હતું. રાંચીમાં જ બદમાશોએ બિહારના માર્ગ નિર્માણ મંત્રી નીતિન નવીન પર પણ હુમલો કર્યો હતો.