રાજ્યમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી !

0
96

રાજ્યમાં ભારે ઉકળાટ ના કારણે ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજથી 5 દિવસ વરસાદની આગાહીકરી છે જેમાં આજે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે આવતીકાલે એટલે કે રવિવારે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.વિભાગની અગાહી મુજબ રવિવારે અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી છે. તો વળી સોમવારે પણ અમદાવાદ સહિત રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

હવામાનની આગાહી મુજબ ગીરસોમનાથના વેરાવળ કોડીનાર સૂત્રાપાડામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે વેરાવળ શહેર સહિત સીમ વિસ્તારમાં છટાછવાયા વરસાદી ઝાપટુ પડ્યું હતું. આ સાથે સુરતમાં વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા ને કારણે હવામાં ભેજ અને બફારાનું પ્રમાણ વધ્યું. તો ડાંગના સાપુતારાની તળેટીના વરસાદ વરસ્યો હતો. આ સાથે નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવતા મંકોડિયા, દુધિયા તળાવ,સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. વલસાડ શહેરમાં વહેલી સવારે વીજળીની ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ચોમાસાનાશરૂઆત પહેલા જ દીવના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. વિગતો મુજબ જલંધર બીચ પર કરંટ જોવા મળ્યો છે. દીવના દરિયામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી. જેને લઈ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. નોંધનીય છે કે, 3 મહિના સુધી દીવના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ છે.મુંબઈમાં ગુરુવારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આજે પણ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. આ સાથે મંગળવાર સુધી પૂર્વ ભારતમાં પણ વરસાદ થઈ શકે છે. આ તરફ હવે હવામાન વિભાગે આગાહી આગાહી કરી છે કે, ચોમાસુ નિર્ધારિત સમય પર શરૂ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here