અમદાવાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર શૈલેન્દ્રસિંહ ના આશિર્વાદ થી ગોમતીપુર વિસ્તાર બન્યું દારૂ જુગારનું હબ સેન્ટર !

0
581

અમદાવાદ માં ઠેરઠેર દારૂ ના અડ્ડાઓ ધમધમી રહયા છે ત્યારે ગોમતીપુરમાં હુસેનના દીકરા દ્વારા ખુલ્લેઆમ દારૂ નોઅડ્ડો ધમધમાટ ચલાવી રહ્યો છે અને વહીવટદાર ના શૈલેન્દ્ર સિંહના સેટિંગ ની વાતો વચ્ચે બિન્દાસ દારૂ નો ધંધો કરી રહ્યો છે હાલ માં ચુંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દારૂ ની ડિમાન્ડ પણ વધશે ત્યારે ધંધો પુરબહાર માં ખીલી ઉઠશે.

હુસેન આ વિસ્તારમાં દારૂ ના ધંધા માં મોટું નામ ધરાવે છે અને મોટો બુટલેગર છે અને હાલમાં પોતે આરામ ફરમાવી પોતાના દીકરા પાસે ધંધો કરાવી રહ્યો છે તેમ છતાં પોલીસ તેનું કઇ બગાડી શકતી નથી.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જો તપાસ કરાવવા માં આવે તો અમદાવાદ માં બુટલેગરો અને વહીવટદારો નું ગોઠવાયેલું નેટવર્ક ખુલ્લું પડી શકે તેમ છે.
અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં દારૂ વેચાય છે અને પોલીસ અજાણ હોય તે વાત માં દમ નથી, બેફામ દારૂ વેચતા બુટલેગરોને પોલીસનો કોઇ ડર જ નથી વર્ષમાં એક ડ્રાઇવ કરી પોલીસ બુટલેગરો પર કાર્યવાહી કરવાનું નાટક જ કરતી હોવાનું જણાય રહ્યું છે બુટલેગરોના નામ સરાજાહેર હોવાછતા કાર્યવાહી કેમ થતી નથી તે વાત સામે અનેક સવાલો ઉઠી રહયા છે. દારૂ લઇને જતા લોકોને પકડી કાર્યવાહી દરમ્યાન શામાટે તપાસ થતી નથી કે દારૂ ક્યાંથી લાવ્યા અને કોણ વેચે છે અને જેતે નામચીન બુટલેગરો ને છાવરવામાં આવી રહયા છે.

ગોમતીપુર માં શ્રી મહાકાળી માતા ના મંદિર તરફ જતા રસ્તા ઉપર ડાબી સાઈડ બેકરી આવશે તેની આગળ જતાં ગેરેજો આવશે ત્યા એક લીલા કલરને લોડીંગ ટેમ્પો પડ્યો હશે તેમાં માણસો બેઠા હોય છે તેની સામે જમણી સાઇડ દરજી ની દુકાન છે તેની બાજુ માં શૈચાલય (ટોયલેટ) છે અને તેમાં દારૂની પેટીઓ ખુલ્લેઆમ પડી હોવાનું કેટલાય લોકો એ નજરે જોયા નું સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ને પ્રુફ સાથે જણાવી રહયા છે અને સ્થાનિક વિસ્તારમાં આ દ્રશ્યો સામાન્ય થઈ પડ્યા છે અમદાવાદ માં દારૂ-જુગાર ના અડ્ડાઓ નું મોટું નેટવર્ક છે જેને સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દ્વારા ખુલ્લું પાડી જનતા સમક્ષ સાચી હકીકત લાવવાનો પ્રયાસ કરાશે અમારુ કામ પર્દાફાશ કરવાનું છે અને કાયદા નો અમલ કરવાનું કામ પોલીસ નું છે આ બંને વાતો મીડિયા ના માધ્યમ થી રૂબરૂ કરવામાં આવનાર છે. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here