હત્યારા મોન્ટુ નામનદારના રિમાન્ડ પૂર્ણ થતાં જ ધકેલાયો સેન્ટ્રલ જેલમાં ! પરંતુ ક્રાઇમ બ્રાન્ચ બીજા આરોપીઓ સુધી કેમ હજુ નથી પહોંચી શકી !? કે પછી ચાલી રહ્યા છે સેટિંગ ડોટ કોમ !?

0
636

ભાજપ કાર્યકર રાકેશ મહેતાને બેઝબોલના ધોકાથી મરણતોલ ફટકા મારી ક્રૂર હત્યા કરવાના મામલાની તપાસ શરૂ થઈ હતી. ડીસીપી ઝોન 3 સુશીલ અગ્રવાલની નજર હેઠળ ખાડિયા પોલીસ અને ક્રાઈમબ્રાન્ચની ટીમ દ્વારા એસઆરપી જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપી મોન્ટુ નામદારને હત્યાના સ્થળ પર લઈ જવાયો હતો. પોલીસે હત્યાનો બનાવ કઈ રીતે બન્યો તેનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું.

પોલીસ અધિકારીઓએ આરોપીને રાકેશ મહેતાને કઈ રીતે માર્યા તે બાબતે તપાસ શરૂ કરી. આરોપીએ કઈ જગ્યાએ કેવી રીતે રાકેશ મહેતાની હત્યા કરી તે બતાવ્યું હતું. પોલીસે આરોપીના અન્ય સાગરીતોને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં હત્યાનો બનાવ નામદાર પરિવારમાં ચાલતી અદાવતને કારણે બન્યાનું ખુલ્યું છે. આરોપી મોન્ટુની પત્ની નમ્રતાને તેના પિતાની સંપતિમાંથી બેદખલ કર્યાનું વિલ બન્યું હતું. આ વિલમાં મૃતક રાકેશ મહેતા સાક્ષી હોવાથી તે મોન્ટુને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યો હતો. આ વિલ આધારે નમ્રતા બહેનનું નામ તેમના ભાઈઓએ જમીનથી લઈ તમામ મિલકતમાંથી કમી કરાવી દિધુ હતું. આ વિલ ખોટું હોવાનું આરોપી અને તેની પત્ની નમ્રતા માનતા હતા. આ અંગે તેઓએ પોલીસમાં અને કલેકટર ઓફિસમાં લેખિત રજુઆત પણ કરી હોવાથી તપાસ ચાલી રહી છે.
જ્યારે મોન્ટુ નામદાર દ્વારા હત્યા કરાઈ એ બાદ મોન્ટુ નામદાર મોટી પોલીસ વગ ધરાવતો હોય ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈ ગયો હતો અને બાકીના આરોપીઓ સુધી પહોંચવા માટે ક્રાઇમ બ્રાન્ચ નો પનો પણ હજુ ટૂંકો પડતો હોય તેવું લાગી રહ્યું છે હાલમાં તો મોન્ટુ નામદાર ના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરાયો હતો પરંતુ નામદાર કોર્ટે રિવાઇસ રિમાન્ડ ના મંજુર કરી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે પરંતુ હાલમાં બાકીના આરોપીઓને પકડવા ના પણ બાકી છે પરંતુ ક્રાઇમ બ્રાન્ચ ક્યાં કારણોસર બાકીના આરોપી સુધી પહોંચી નથી શકતી તે પણ એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.


મોન્ટુ નામદાર ના વધુ કારસ્તાન અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથેની વગ કેવી હતી તે આગળના અહેવાલમાં વાંચતા રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here