સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવની ટીમે ખાડિયા વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું તેમાં નામ નહીં આપવાની શરતે ત્યાંના રહેવાસીઓ ના જણાવ્યા મુજબ બૉબી ની હત્યા સમયે પોળની બન્ને બાજુ બંધ કરી દેવામાં આવી હતી ત્યાંનો નજારો કોઈ “સાઉથ ઇન્ડિયન ફિલ્મ” જેવો હતો કે કોઈ નામચીન કુખ્યાત માથાભારે મોટી રાજકીય તથા પોલીસ વગ ધરાવનાર વિલનની માફક પોળ માં એક દમદાર ખૌફનાક એન્ટ્રી લે છે ! મોંન્ટુની વિલનની જેમ એન્ટ્રી થતા જ પોળના બધાના ઘરના દરવાજા અને બારી એક પછી એક બંધ થઇ જાય છે ! મોન્ટુ નામદાર અને તેના સાગરીતો બૉબી ને ઢોર માર મારવાનું શરૂ કરે છે અને બૉબીની કરપીણ હત્યા કરી દેવામાં આવે છે .
આ હત્યા ફિલ્મી ઢબે થઈ હોવાથી સમગ્ર પોળ માં એક સન્નાટો છવાઈ ગયો હતો.
હત્યારા મોન્ટુ નામદારનો ખૌફ લોકોના દિલોદિમાગ માં એટલો ઘર કરી ગયો હતો કે પોળમાં હત્યા થયા બાદ પણ લોકો ફોન પર કોઈને જવાબ આપવા પણ તૈયાર ન હતા (સૂત્ર) !
પણ સવાલ એ છે કે મોન્ટુ નામદારને ક્રાઇમ બ્રાન્ચના ક્યાં અધિકારી ના હતા આશિર્વાદ !?
મોન્ટુ નામદારને કોઈનો ડર કેમ નહિ ?
મોન્ટુ નામદારે કેટલો ક્યાં કર્યો છે વહેવાર ?
મોન્ટુ નામદારને ભાજપ સાથે શુ દુશ્મની ?
મોન્ટુ નામદારે ભાજપના જ કાર્યકરની કરી સરેઆમ હત્યા તો ભાજપ કેમ મૌન ? શુ ખાડિયાના ભાજપ ના નેતાઓ મોન્ટુ નામદારથી થર થર કાંપે છે?
(વધુ અહેવાલ આવતા અંકમાં)