ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના નામથી ફોન કરી બદલી કરી દેવાની ભલામણ કરનાર સામે ભાજપના મીડિયા કન્વીનર યગ્નેશ દવે દ્વારા કરાઈ ફરિયાદ ! આરોપીની થઈ ધરપકડ !

0
258

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બોલું છું તેમ કહીને અમરેલી માર્ગ મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જીનીયરને એક કલાર્કની બદલી જૂનાગઢ કરી દેવાની ભલામણ કરનારા સુરતના એક કોન્ટ્રકટરની સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે.
આ અંગે સાયબર ક્રાઇમના એસીપી જે.એમ.યાદવે જણાવ્યું હતું કે રાજકોટના કાર્યપાલક ઈજનેર એન.જી.શીલુ ને 16 જૂને સી.આર.પાટીલના નામે ફોન કરી કહું કે અમરેલી માર્ગ મકાન વિભાગના ક્લાર્ક કુલદીપ ની બદલી કરી નાંખો કહી ફોન કાપી નાખ્યો હતો.જે બાદ સી.આર.પાટીલના નામે ફોન કરનારના નંબર ના આધારે ભાજપના મીડિયા કન્વીનર યગ્નેશ દવે દ્વારા સાયબર ક્રાઇમ માં ફરિયાદ કરવામાં આવતા જ નંબર ના આધારે આરોપીનું નામ ભરત વાઘાણી સામે આવ્યું હતું અને જે બાદ સાયબર ક્રાઇમ ની ટીમ દ્વારા ફરિયાદ બાદ પોલીસે સુરતમાં રહેતા ભરતભાઈ વાઘાણી(ઉં.48) ને ઝડપી પાડ્યો હતો. પુછપરછમાં સામે આવ્યું કે આરોપી આઉટ સોર્સીંગના સફાઈકામનો કોન્ટ્રાકટ કબુલ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here