પાલડી પોલીસ સ્ટેશનની તોડબાજ ત્રિપુટી ને કયા અધિકારીના આશિર્વાદ !? શા માટે “કે” કંપની નો થયેલ ઓર્ડર શા માટે થયો રદ !?

0
320

થોડા સમય થી ચાલી રહેલા પાલડી પોલીસ સ્ટેશનના તોડબાજ ત્રિપુટી એ એક મોટો તોડ કર્યો હોવાની વાત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ગઈ હતી.જેમાં કહેવાઈ રહ્યું છે કે એક ડીસીપી ના કહેવાથી 3 કર્મચારીઓ વિરુદ્ધ ડી.ઓ.રિપોર્ટ કર્યો હતો.આ રિપોર્ટનો ત્રણેય પોલીસ કર્મીએ વિરોધ કરતા બીજા ત્રણ કર્મીઓનો ડી.ઓ.બળજબરી થી કરવો પડ્યો હતો.એકાદ અઠવાડિયા પહેલા 6 પોલીસ કર્મીઓને સજાના ભાગરૂપે “કે” કંપની માં બદલી કરી દેવામાં આવી હતી.જેમાંથી એક ઉચ્ચ અધિકારી દ્વારા એસીપી ને ભલામણ કરી ત્રણ જ પોલીસ કર્મીઓને છુટા કરી દેવામાં આવ્યા હતા અને બીજા ત્રણ પોલીસ કર્મીને છુટા કરવાનો ઓર્ડર ડીસીપી એ દબાવી રાખવામાં આવતા અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.
અહીં જે ત્રણ પોલીસ કર્મી ની વાત કરવામાં આવી રહી છે એ ત્રણ કર્મચારીના નામ ધમો, જૈમીન,નવીન નામના ત્રણ પોલીસ કર્મીની દાદાગીરી થી તો આખું પાલડી વિસ્તાર ત્રાહિમામ પોકારી ગયો હતો.જેમાં નો એક કોન્સ્ટેબલ ધમો તો એટલી દાદાગીરી કરતો જોવા મળ્યો હતો કે રોજ રાત્રે દારૂ પી ને આખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એવો રોફ જમાવતો કે અનેક સીધા અને સમજુ વેપારીઓ આ ત્રિપુટી થી ત્રાહિમામ પોકારી ગઈ હતી.
વધુમાં આ ત્રિપુટી ની વાત કરવામાં આવે તો આ ત્રિપુટી ની જો તપાસ કરવામાં આવે તો દર રવિવારના દિવસે સરકારી જગ્યા એટલે કે પાલડી વિસ્તારના પ્રભુદાસ ઠક્કર કોલેજ રોડ ઉપર આવેલ સ્કાઉટ ભવનમાં બપોરથી વોલીબોલ રમવા ભેગા થઈ સાંજના સમયે અંધારું થતા જ આ સરકારી જગ્યામાં જ દારૂની મહેફિલ ઝામતી હોવાનું સ્થાનિક રહીશોનો આક્ષેપ સામે આવી રહ્યો છે.
હજુ વધુમાં વાત કરવામાં આવે તો તારીખ 4 જૂન થી લઈને તારીખ 9 જૂન સુધીમાં આ ત્રિપુટીએ સુવિધા ચાર રસ્તાની આજુબાજુમાં રૂપિયા 50 લાખનો તોડ કર્યો હોવાની વાતોએ પણ જોર પકડ્યું છે અને જો આ બાબતને લઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુવિધા ચાર રસ્તા આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો આ તોડબાજ ત્રિપુટી ના અનેક કાળનામાં ખુલ્લા પડી શકે તેમ છે.
વધુમાં આ ત્રિપુટી ના કાળા કાળનામાં અમારા બીજા અહેવાલમાં જોતા રહો.
ક્રમશઃ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here