શુ ખાડિયા ભાજપના નેતાઓએ જ કરાવી છે રાકેશ ઉર્ફે બોબીની હત્યા !? પકડાયેલ આરોપી વિશ્વ રામીના પિતા જીગ્નેશ રામી છે ખાડિયા ભાજપના નેતા !?

0
397

રાકેશ મહેતા ઉર્ફે બોબીની હત્યાના આરોપી મોન્ટુ નામદારના 2 સાગરીતો ઝડપાયા !
​​​​​​ખાડીયા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ રાકેશ મહેતા ઉર્ફે બોબી નામના વ્યક્તિની જાહેરમાં મોન્ટુ નામદારે હત્યા કરી દીધી હતી. મોન્ટુ નામદાર સાથે અન્ય બીજા પણ આરોપીની હત્યામાં સંડોવણી હતી. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે અગાઉ મોન્ટુ નામદારની ધરપકડ કરી હતી, જ્યારે તેના અન્ય 2 સાથીઓ ફરાર હતા જેની ધરપકડ કરી છે. હત્યા મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી ત્યારે 9 જૂને મોન્ટુ નામદારની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેના 2 સાથી ફરાર હતા. આરોપીઓને પકડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી હતી, ત્યારે વિશ્વ રામી અને જયરાજ દેસાઈની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ આરોપીની ધરપકડ કરીને ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે બીજી તરફ રાકેશ મહેતા ઉર્ફે બોબીના પરિવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપર સવાલો ઉઠાવ્યા છે અને જણાવ્યું હતું કે મોન્ટુ નામદાર અને તેના સાગરીતો ને ઉચ્ચ અધિકારીઓ સાથે ઘરોબો હોવાના નાતે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચ માં ટ્રાન્સફર કરાવી દીધી હતી અને સંપૂર્ણ તપાસ ના થઇ શકે તે માટે થઈ મોન્ટુ નામદરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ના જ એક અધિકારી સાથે સેટિંગ કર્યું હોવાની વાતોએ અમદાવાદ શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.હવે જોવાનું એ રહ્યું કે રાકેશ મહેતા ઉર્ફે બોબીના પરિવારને ક્યારે ન્યાય મળે છે.


બીજી તરફ પરિવારના સભ્યો નો આક્ષેપ છે કે રાકેશ મહેતા ઉર્ફે બોબીની હત્યા ખાડિયા ભાજપના નેતાઓના ઈશારે જ થઈ હોય તેવું લાગી રહ્યું છે કારણકે પકડાયેલા બીજા 2 આરોપીમાં ના એક આરોપી વિશ્વ રામી ના પિતા જીગ્નેશ રામી ભાજપના ખાડિયા વોર્ડના જ હોદ્દેદાર છે તેટલા માટે થઈ ને ખાડિયા ભાજપના નેતાઓ પોતાનું મૌન સેવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.જેથી આ બાબતે આગામી દિવસોમાં હું અને મારો પરિવાર રાકેશ મહેતા ઉર્ફે બોબી ને ન્યાય અપાવવા મુખ્યમંત્રી,ગૃહમંત્રી સહિતના આગેવાનો ને મળી રાકેશ મહેતા ઉર્ફે બોબીને ન્યાય અપાવવા લડત ચલાવીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here