ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મૂર્મૂના નામની જાહેરાત કરી !

0
82

ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મૂર્મૂના નામની જાહેરાત કરી છે.
•દ્રૌપદી મુર્મૂ હિન્દુ સમાજના વનવાસી પરિવારમાંથી આવે છે અને ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે.
• 20 જૂન 1958 ના રોજ ઓરિસ્સામાં જન્મેલા દ્રૌપદી મુર્મૂ રામાદેવી વિમેન્સ કોલેજમાંથી બીએની ડિગ્રી લઇને ઓરિસ્સાના રાજ્ય સચિવાલયમાં નોકરી લીધી હતી.
• 1997 માં ભાજપ તરફથી નગર પંચાયતની ચૂંટણી જીતીને રાજનીતિમાં પ્રવેશ કર્યો.
એકદમ સ્વચ્છ પ્રતિભા ધરાવતા દ્રૌપદીજી
• 1997માં ભાજપના ઓડિશા એકમના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ પણ બન્યા હતા.
• રાજકારણમાં જોડાતા પહેલા, શ્રી અરબિંદોએ ઈન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં માનદ મદદનીશ શિક્ષક તરીકે અને સિંચાઈ વિભાગમાં જુનિયર સહાયક તરીકે કામ કર્યું હતું.
• દ્રૌપદી મુર્મુએ 2002 થી 2009 અને ફરીથી 2013 માં મયુરભંજના ભાજપ જિલ્લા અધ્યક્ષ તરીકે પણ જવાબદારી સંભાળી હતી.
• દ્રૌપદી મુર્મુ ઓડિશામાં બે વખત ભાજપના રાયરંગપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને નવીન પટનાયક સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે.
• ઓરિસ્સા વિધાનસભાએ દ્રૌપદી મુર્મુને શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ પુરસ્કારથી સન્માનિત કરેલા છે.
• દ્રૌપદી મુર્મુએ ઓરિસ્સા ભાજપના મયુરભંજ જિલ્લા પ્રમુખની પણ જવાબદારી સંભાળેલી છે.
• દ્રૌપદી મુર્મૂ ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. મુર્મુને ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વીરેન્દ્ર સિંહે શપથ લેવડાવ્યા હતા.
• દ્રૌપદી મુર્મુએ જીવનમાં દરેક પડકારોનો સામનો કર્યો. પતિ અને બે પુત્રો ગુમાવ્યા પછી પણ તેઓ હતાશ ન થયા પણ તેમનો સંકલ્પ વધુ મજબૂત બન્યો.
• દ્રૌપદી મુર્મુ પાસે આદિવાસી સમુદાયના ઉત્થાન માટે કામ કરવાનો 20 વર્ષનો અનુભવ છે અને તે ભાજપ માટે એક મોટો આદિવાસી ચહેરો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here