મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 17માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો !

0
100

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૭માં શાળા પ્રવેશોત્સવ નો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠા ના વડગામ તાલુકાના મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને કર્યો છે
શ્રી ભૂપેન્દ્ર પટેલે શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી હતી ને બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ અંતતર્ગત 31 હજાર ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન કરવાના ત્રીદિવસીય શિક્ષણ સેવા યજ્ઞમાં રાજ્ય મંત્રી મંડળનામંત્રીઓ,પદાધિકારીઓ,વરિષ્ઠ સચિવો,અને વર્ગ 1 ના અધિકારીઓ સહભાગી થઈ રહ્યા છે
મુખ્યમંત્રીશ્રીએ મેમદપુરા પ્રાથમિક શાળામાં એસ. એમ .સી. ના સભ્યો અને શાળાના શિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસ કામોની બાબતો અંગે ચર્ચા કરી માર્ગ દર્શન આપ્યું હતું
રાજ્યમંત્રીશ્રી કીર્તિ સિંહ પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here