કેમ મોડી રાત્રે આખા અમદાવાદની થઈ ઉંઘ હરામ ! શા માટે અમદાવાદ પોલીસ એક સિલ્વર ગાડી ને લઈ ને થઈ ગઈ દોડતી !

0
543

7##7 નંબર ની ગાડી માં શંકાસ્પદ માણસો અમદાવાદ શહેરમાં ફરી રહ્યા છે. મોડી રાત્રે આવો કંટ્રોલ મેસેજ થયો અને અમદાવાદ શહેરની પોલીસ એલર્ટ બની ગઈ તમામ પોઇન્ટ પર નાકાબંધી ગોઠવાઈ ગઈ અને વાહન ચેકિંગ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ.

રથયાત્રાના ગણતરીના દિવસો જ બાકી છે ખુદ હોમ મિનિસ્ટર રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે અમદાવાદ શહેરમાં આવવાના હતા તેના 12 કલાક પહેલા જ આ મેસેજ થયો કે સિલ્વર કલરની ગાડી માં શંકાસ્પદ માણસો ફરી રહ્યા છે તાત્કાલિક પકડો.

અમદાવાદ શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટ અને એક્ઝિટ પોઈન્ટ પરપોલીસ ગોઠવાઈ ગઈ, તમામ બ્રિજ પર ,તમામ ચાર રસ્તા ઉપર પોલીસ અધિકારીઓ પોતાની ટીમ સાથે ગોઠવાઈ ગયા અને સહન વાહન ચેકિંગ શરૂ થઈ ગયું.

લગભગ બે-અઢી કલાકની કવાયત બાદ સિલ્વર કલરની ગાડી સિંધુ ભવન નજીકથી ઝડપી લીધી. તેમાં પોલીસના માણસો હોવાનું સામે આવ્યું ‌

આખરે સ્પષ્ટતા થઇ કે રથયાત્રા માટે અમદાવાદ પોલીસ કેટલી સજ્જ છે તેની એક ટ્રાયલ લેવા માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જ આ એક ટ્રાયલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોઈ શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં ગુસ્યા નથી આ માત્ર આપણી તૈયારીઓની સમીક્ષા માટેની કવાયત હતી તેવી જાણ થતાં શહેરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ નો જીવ હેઠો બેઠો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here