ભાવનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયો પ્રેવેશોત્સવ ! ભાજપ શહેર લઘુમતી મોરચાના અધ્યક્ષ મહેબૂબભાઈ માંડવીયા સહિતના આગેવાનો જોડાયા !

0
91

આજરોજ તારીખ 23/6/2021 ને ગુરૂવારના રોજ મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ શાળા નં: ૧૪,૧૫‌ આનંદનગર ખાતે તેમજ શાળા નં: ૮, પ્રભુદાસ તળાવ તેમજ શાળા નં: ૫ રાણીકા ખાતે યોજાયો હતો..

જેમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી નાહીનભાઈ કાઝી, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર માન. શ્રી ફાલ્ગુનભાઈ શાહ, શિક્ષણ સમિતિના સદસ્ય વિજયભાઈ મકવાણા, સંજયભાઈ બારૈયા, નગરસેવક ગોપાલ ભાઈ મકવાણા, રતનબેન વેગડ, મનિષાબેન વાઘેલા, નીતાબેન બારૈયા, સી.આર.સી પરાક્રમસિંહ ચુડાસમા, ભાવનગર શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મહેબુબભાઇ માંડવીયા તેમજ દરેક શાળાઓના આચાર્યશ્રીઓ, વાલીઓ, શુભેચ્છકો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું તેમજ દરેક શાળાઓમાં મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here