ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ના બલીદાન દિવસ નિમિત્તે દહેગામ તાલુકાના કનીપુર ગામ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા અને રક્ત દાન કર્યું અને લઘુમતી સમાજના આગેવાનોએ પણ હાજર રહી રક્તદાન કર્યું અને એકતા નું ઉદાહરણ આપ્યું.

૨૩ જૂન સ્મૃતિ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ૨૫ જૂન કટોકટી દિવસ નિમિતે કાર્યક્રમ દહેગામ તાલુકા ના કનીપુર ગામે કર્યો જેમાં દહેગામ તાલુકા પ્રભારી જયદીપભાઈ બારોટ તાલુકા પ્રમુખ કનુભાઈ પટેલ મહામંત્રી રાજૂજી ઠાકોર,ચિરાગભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રગનેશભાઈ પટેલ યુવા મોરચા ના ઉપ પ્રમુખ આદિત્યશિંહ સિસોદિયા,ભાવેશ બારોટ માલધારી સેલ ના સંયોજક રઘુનાથ રબારી એસ સિ એસ ટિ મોરચાના પ્રમુખ મણીલાલ બહિયલ મુસ્લિમ સમાજના ના આગેવાન કાસમભાઈ કુરેશી દહેગામ તાલુકા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મનસુરી મુસ્તકીમ ભાઈ તેમજ મોટીસંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા