આ કાર્યક્રમમાં દિપ પ્રાગટય, મહેમાનોનું સ્વાગત,ધોરણ એક માં તથા આંગણવાડી માં આવતા બાળકોનું શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગીર સોમનાથ જિલ્લાના મેડીકલ હેલ્થ ઓફિસર ગીર સોમનાથ કુંભાણી સાહેબ મુખ્ય મહેમાન બન્યા હતા સાથે સીઆરસી મહેશભાઈ, એચ એમ સી નાં સભ્ય અને ધોકડવા ગામના સરપંચ એભલભાઇ બાંભણીયા, જીલ્લા પંચાયત સદસ્ય ડાયાભાઇ જાલોધ્રરા, તાલુકા પંચાયત સદસ્ય ભીખાભાઈ કિડેચા વગેરે મહેમાનો શાળા પ્રવેશોત્સવ માં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

તમામનો કન્યા શાળા પરિવાર તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અહેવાલ, રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ.