સેન્ટ્રલ હજ કમિટીના ચેરમેન અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એ.પી.અબ્દુલ્લાહ ફુટટીજીનું અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે લઘુમતી મોરચા ના આગેવાનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું !

તા.૨૫/૬/૨૦૨૨ ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના પ્રમુખ મોહસીનભાઈ લોખંડવાલા ની સૂચના અનુસાર પ્રદેશ મહામંત્રી નાહીનભાઈ કાજી, પ્રદેશ ઉપાધ્યક્ષ વસીમભાઈ શેખ, પ્રદેશ કાર્યાલય મંત્રી નાસીરખાન બલોચ, પ્રદેશ કારોબારી સભ્ય ફારૂકભાઈ કંસારા, પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્ય સલીમભાઈ અજમેરી, એ અમદાવાદ ની બે દિવસીય મુલાકાતે આવેલ ઓલ ઈન્ડીયા સેન્ટ્રલ હજ કમિટીના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી એ પી અબ્દુલ્લાહ ફૂટટીજી ની અમદાવાદ એનએક્સી સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી અને તેમનું શાલ ઓઢાળી, બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું.
