મધ્ય ગીર પંથકમાં અનરાધાર વરસાદથી મચ્છુન્દ્રી નદીનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો.
ગીર ગઢડા તાલુકામાં આજે અષાઢી બીજ ના દિવસે મધ્ય ગીર પંથકમાં મેધરાજા મન મુકીને વરસ્યાં અનરાધાર વરસાદથી મચ્છુન્દ્રી નદીનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતા અને વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં, લોકોમાં ખુશીની લહેર છવાઈ જ્યારે ગીર ગઢડા તાલુકાના ધોકડવા ખિલાવડ ફાટસર ઇટવાયા કોદીયા વગેરે ગામોમાં સારો વરસાદ નોંધાયો છે.
મચ્છુન્દ્રી ડેમ પર આજે સાંજ સુધીમાં 34mm વરસાદ નોંધાયો હતો
અહેવાલ રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ