જગન્નાથ મંદિર ટ્રસ્ટની બહેરામપુરા અને દાણીલીમડામાં આવેલી આશરે 100 કરોડની જમીન સામે ચેરિટી કમિશનરના હુકમ સામે થયેલી અરજીમાં ચેરિટી કમિશનરે પક્ષકાર બનવા હાઇકોર્ટમાં અરજી કરી છે. જગન્નાથ મંદિરની જમીનની લીઝ મેળવનાર બિલ્ડરે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં રજૂઆત કરાઇ છે કે, આ જમીન હાલ તેમની પાસે છે, પરતું ચેરિટી કમિશનરે તેના પર સ્ટે મૂક્યો છે તે અયોગ્ય છે.
આ અંગે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને જગન્નાથ મંદિર ટ્રસ્ટને ગૌ-શાળા માટે જમીન ભાડાથી આપી હતી. ચેરિટી કમિશનરના નિયમ મુજબ મંદિર માટેની કે સેવા માટેની જમીન ભાડે આપવા માટે 3 વર્ષનો ગાળો નક્કી કરેલો હોય છે. તેથી બિલ્ડર કોઇ હેતુફેર કરવાનું આયોજન કરતાં ચેરિટી કમિશનરે સ્ટે ફરમાવી દીધો છે. આ અંગે ચેરિટી કમિશનરે એવી દલીલ કરી હતી કે, મંદિર ટ્રસ્ટની મિલકત હોવાથી તેને વેચી શકાય નહી સાથે તેમણે પક્ષકાર બનાવવા માટે અરજી કરી છે.