અમદાવાદ શહેરમાં દારૂ જુગારના ધંધાનું તો તમે સાંભળ્યું જ હશે પરંતુ આજે અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં એક સ્પા સંચાલક પ્રશાંત સોની કે જે હવે ચલાવી રહ્યો છે ઓનલાઈન દેહવ્યાપાર નો ધંધો. પ્રશાંત સોની નામનો વ્યક્તિ છેલ્લા ઘણા સમય થી થલતેજ વિસ્તારમાં એક સ્પા ચલાવે છે જેમાં એક સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવ્યો છે જે તદ્દન ગેરકાયદેસર છે પરંતુ અહીં ચાલતા સ્પા સેન્ટરમાં અનેક યુવા ધન બરબાદ થવા જઈ રહ્યું છે અને સોલા પોલીસ ને આ બાબતે કોઈ ન પ્રકારની કાર્યવાહી કરવામાં રસ લાગતો ન હોય તેવું લાગી રહ્યું છે.પ્રશાંત સોની દ્વારા હવે આ સ્પા સેન્ટર ઉપર બેસી ને જ અનેક વોટ્સઅપ નંબર દ્વારા ઓનલાઈન દેહવ્યાપાર નો ધંધો શરૂ કરી દીધો છે જેમાં કોઈ પણ કસ્ટમર મેસેજ કરે તો તે વ્યક્તિ ને છોકરીઓના ફોટા મોકલવામાં આવે છે અને ત્યારબાદ પ્રશાંત સોની દ્વારા ભાવ તાલ નક્કી કરી ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ જ છોકરી ને મોકલવામાં આવે છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રશાંત સોની દ્વારા અમદાવાદ શહેરની અનેક નામચીન હોટલોમાં પણ આ છોકરીઓને મોકલવામાં આવતી હોવાની હકીકત જાણવા મળી રહી છે.જો ઉપરી અધિકારીઓ દ્વારા પ્રશાંત સોની ના ખાતા નંબર અને મોબાઈલ નંબરો ની યોગ્ય ચકાસણી કરવામાં આવે તો પ્રશાંત સોની છોકરીઓ ક્યાંથી લાવે છે અને શું કરે છે તે બધી જ હકીકતો ઉપર થી પર્દાફાશ થવાની સંભાવનાઓ રહેલી છે.
ક્રમશઃ