કોંગ્રેસ શહેર પ્રમુખ નીરવ બક્ષીને પોતાના પક્ષની નહીં પણ પોતાની જ નામના કરવામાં રસ કે શું !? કોંગ્રેસના કાર્યકરોએ જ નોંધાવ્યો વિરોધ !

0
162

સાથી કોર્પોરેટર સામે કાળા જાદુ મામલે કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કરાયેલા જમનાબેન વેગડાનો મામલો

જમનાબેન વેગડાના કાર્યાલયનું શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીના હસ્તે લોકાપર્ણ

લોકાપર્ણ કરવામાં આવેલા કાર્યાલય નું બાંધકામ જ ગેરકાયદેસર

Amc દ્વારા ગેરકાયદેસર બાંધકામ મામલે 2 વાર નોટિસ પણ અપાઈ ચુકી છે

Amc વિપક્ષી નેતા શહેઝાદ ખાન પઠાણ સામે કાળા જાદુ કરવાનો કર્યો હતો પ્રયત્ન

રહેણાંક સોસાયટીમાં ઉભું કરાયું છે કાર્યાલયનું ગેરકાયદેસર બાંધકામ

પક્ષ માંથી સસ્પેન્ડ કરાયેલાને ત્યાં વર્તમાન શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપસ્થિત રહેતા પ્રદેશ કોંગ્રેસમાં લેવાઈ ગંભીર નોંધ: સૂત્ર

પ્રદેશ પ્રભારી રઘુ શર્મા એ નીરવ બક્ષી ને આપ્યો ઠપકો- સૂત્ર

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર એ જમના વેગડા ને કર્યા હતા સસ્પેન્ડ

અમદાવાદ શહેર કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક વિખવાદ શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનાવવા મામલે આંતરિક વિખવાદ અને હવે શહેરમાં નિમાયેલા વોર્ડ પ્રમુખ તેમજ અન્ય મુદ્દે પણ આંતરિક વિખવાદ શરૂ થયો છે. આજે એલિસબ્રિજ ખાતે આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે અમદાવાદ શહેર પ્રમુખ નીરવ બક્ષીનો કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓ ‘નીરવ બક્ષી હટાવો, શહેર કોંગ્રેસ બચાવો’ના બેનરો લઇને કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. રવિવારે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર જમનાબેન વેગડાના જનસંપર્ક કાર્યાલયનું ખુદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી દ્વારા કરવામાં આવેલા ઉદ્ઘાટનનો પણ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે.


આજે એલિસબ્રિજ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમદાવાદ શહેર કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ નીરવ બક્ષી વિરુદ્ધ શહેર કોંગ્રેસ બચાવોના બેનર અને નારા સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાજેતરમાં જ શહેરના તમામ મંડળના પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમાં વર્ષોથી પક્ષ માટે કામ કરતા કાર્યકરોને અવગણી અને મોટાભાગના ચાલુ વોર્ડ પ્રમુખ હતા, તેમને ફરીથી વોર્ડ પ્રમુખ બનાવવામાં આવતા કેટલાય સમયથી કોંગ્રેસના કાર્યકરો નારાજ હતા. રવિવારે જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા દાણીલીમડા વોર્ડના મહિલા કોર્પોરેટર જમનાબેન વેગડાના ત્યાં ખુદ કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી જ ઉદ્ઘાટન કરવા ગયા તેને લઈને વિવાદ થતાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે.

દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાની ફેબ્રુઆરી મહિનામાં કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવા માટેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જે ઓડિયો ક્લિપ આવ્યા બાદ જમનાબેન વેગડાને કોંગ્રેસ પક્ષ દ્વારા પક્ષની ગરિમા ન જાળવતાં હોવાનું કારણ આપી અને તેઓને અચોક્કસ મુદત સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક તરફ કોંગ્રેસ પક્ષમાંથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બીજી તરફ ખુદ કોંગ્રેસના જ શહેરના પ્રમુખ નીરવ બક્ષી અને અન્ય કોર્પોરેટરો તેમના કાર્યાલય ઉદ્ઘાટન કરવા માટે જાય છે જેને લઇને હાલ વિવાદ સામે આવ્યો છે.

જો તેઓ કોંગ્રેસમાં નથી તો પછી શા માટે કોંગ્રેસનો ખેસ તેઓએ પોતાના કાર્યાલયના ઉદ્ઘાટનમાં ધારણ કર્યો હતો. તેમના ઉદ્ઘાટનમાં બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર કમળાબેન ચાવડા, તસ્લિમઆલમ તીર્મિઝી, દરિયાપુરના કોર્પોરેટર માધુરી કલાપી અને ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઇકબાલ શેખ સહિતના કોર્પોરેટરો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here