તા.૧૩/૭/૨૦૨૨ ભારતીય જનતા પાર્ટી અમદાવાદ મહાનગર ની સૂચના અનુસાર બહેરામપુરા વોર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન ૨૦૨૨ અંતર્ગત એક વિશિષ્ટ કાર્યક્રમના ભાગરૂપે ઓટો રીક્ષા ચાલક ભાઈઓને પ્રાથમિક સભ્ય બનાવી તેમના રીક્ષાના હુડ પર ભારતીય જનતા પાર્ટી પ્રાથમિક સદસ્યતા અભિયાનના ફ્લેક્સ બેનર ફીટ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સહકોષાધ્યક્ષશ્રી અને પ્રભારીશ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, મહાનગરના મહામંત્રીશ્રી ભૂષણભાઈ ભટ્ટ, પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ગીરીશભાઈ પરમાર, સંગઠનના પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ ને સફળ બનાવવા બહેરામપુરા વોર્ડ પ્રમુખ હરેશભાઈ મકવાણા, મહામંત્રીઓ મયુરભાઈ પરમાર, અરવિંદભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ પરમાર, કાર્યક્રમના ઇન્ચાર્જ હરીશભાઈ પરમાર, સહ ઇન્ચાર્જ બ્રિજિયંતભાઈ પરમાર, અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં ભાજપ લઘુમતી મોરચાના ગુજરાત પ્રદેશ આમંત્રિત સભ્ય સલીમભાઈ અજમેરી એ હાજરી આપી હતી.
