અમદાવાદ શહેરના પૂર્વના એક પોલીસ સ્ટેશનના પી.આઈ. ને એક કોન્સ્ટેબલ સામે ઝુકવું પડ્યું કે શું !? શા માટે પોલીસ કમિશ્નર પણ ઝુક્યા !? એવી તો કેવી હતી રાજકીય વગ !

0
459

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક પોલીસ સ્ટેશનમાં વહીવટદાર રાજ જોવા મળતું આવ્યું છે.અમદાવાદ શહેરના અનેક પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીઓ કરતા તો એક સામાન્ય કોન્સ્ટેબલ એટલે કે વહીવટદાર જ રાજ કરતા જોવા મળી રહ્યા છે.ત્યારે આજે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની તો પૂર્વ વિસ્તારમાં રાજકીય વગ ધરાવનાર કોન્સ્ટેબલની એટલી હદે દાદાગીરી છે કે પોલીસ સ્ટેશનમાં કામ કરતા બીજા કર્મચારીઓ પણ એ કોન્સ્ટેબલ થી ત્રાહિમામ પોકારી ગયા છે.થોડા સમય પહેલા જ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા અનેક પોલીસ સ્ટેશનના વહીવટદારો ને ‘કે’ કંપનીમાં બદલી કરી દેવામાં આવ્યા હતા.પરંતુ અમદાવાદ શહેરના પૂર્વના એક વહીવટદાર ની તો એટલી હદે રાજકીય વગ ધરાવે છે કે એક પોલીસ સ્ટેશનના પી.આઈ.ઉપર એટલી હદે ભલામણો કરાવી હતી કે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પી.આઈ.દ્વારા નમતું રાખી એ કોન્સ્ટેબલ ને ફરી એક વાર પોલીસ સ્ટેશનનો વહીવટ સોંપી દેવાની ફરજ પડી હોવાની વાતો પોલીસ બેડા માં ચર્ચાનો વિષય બન્યો છે.બીજી તરફ એવી પણ ચર્ચાઓ પોલીસ બેડા માં ચર્ચાએ જોર પકડ્યું છે કે એક રાજકીય નેતા સાથે પોલીસ કોન્સ્ટેબલ ને કૌટુંબિક સબંધ ધરાવે છે અને એ રાજકીય નેતાની ભલામણો થી જ આ કોન્સ્ટેબલને ફરી એકવાર તે જ પોલીસ સ્ટેશનનો વહીવટ સોંપી દેવામાં આવ્યો છે.
હજુ વધુ વિગતો સાથે અમારો અહેવાલ જોતા રહો ટૂંક સમયમાં !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here