માત્ર એક્ટિવા ચોરતા રીઢા ચોરને ઝડપી પાડતી નારણપુરા પોલીસ, ચોરીના ચાર એકટીવા કબજે કર્યા

0
76

છેલ્લા ઘણા લાંબા સમયથી અમદાવાદ શહેરમાં વાહન ચોરીનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે. જેને કારણે પોલીસ એક્ટિવ બની ગઈ છે અને વાહન ચોરોને ઝડપી લેવા માટેની ખાસ કવાયત ચાલી રહી છે.

ત્યારે જ નારણપુરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. જાદવ એ પોતાની ટીમને સ્થાનિક વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવા માટે આદેશ આપી દીધા હતા. પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને માહિતી મળી હતી કે અમદાવાદનો રીઢો વાહનચોર ઈકરામ મહંમદ રઈસ કુરેશી સ્થાનિક વિસ્તારમાં વાહન ચોરવાની ફિરાગમાં ફરી રહ્યો છે. પોલીસે તરત જ ઇકરામને ઝડપી લીધો હતો અને તેની પાસેનું એકટીવા ચોરીને હોવાની જાણ થતા તે કબજો લીધું હતું તપાસ દરમિયાન તેને સ્થાનિક વિસ્તારમાંથી જુદા જુદા પોલીસ સ્ટેશનની હદમાંથી કુલ ચાર એકટીવા ની ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે ચાર એકટીવા કબજે લીધા હતા.

આ ઉપરાંત તેણે ભૂતકાળમાં પણ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી સંખ્યાબંધ વાહન ચોર્યા હોવાની કબુલાત કરી હતી નારણપુરા પોલીસે વધુ તપાસ આગળ વધારી છે.
થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ માત્ર ટ્રક અને મોટા વાહનો જોરથી ગેંગના સભ્યોને ઝડપી લેવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here