અમદાવાદ એરપોર્ટના તમામ કર્મચારીઓને શિષ્ટાચારના પાઠ ભણાવાયા ! તમામ મુસાફરો અને કર્મચારીઓ સાથે શાંતિપૂર્ણ વ્યવહાર કરવા આદેશ અપાયા !

0
91

અમદાવાદ એરપોર્ટ પર જતા આવતા મુસાફરો સાથે હવે તમામ કર્મચારીઓ ખૂબ જ શિષ્ટાચાર પૂર્વક વાતચીત કરશે. મુસાફરોની કોઈપણ ફરિયાદ હશે તો તે ધ્યાનપૂર્વક અને શાંતિથી સાંભળશે અને તેનો તાકીદે નિવેડો આવે તેવો પ્રયાસ પણ કરશે. સિક્યુરિટી સ્ટાફ ,મદદનીશ સ્ટાફ અને તમામ કર્મચારીઓને એરપોર્ટ પર શિષ્ટાચારના પાઠ ભણાવવામાં આવ્યા છે .એટલે કે મુસાફરો સાથે કેવી રીતે વાતચીત કરવી તેમની સાથે વાતચીત કરતી વખતે પોતાનો વ્યવહાર અને વર્તન કેવું હોવું જોઈએ કે જેથી કરીને મુસાફરોને પોતાનાપણું લાગે તે તમામ બાબતોને આવરી લેતા પાઠ ભણાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં દર બે મહિને કર્મચારીઓમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અને તેના કારણે મુસાફરોનો અનુભવ કેવો રહ્યો તેનો સતત ફિડબેક પણ લેવામાં આવશે તેમ એરપોર્ટના સિનિયર ઓફિસરો જણાવી રહ્યા છે.

દેશના સૌથી પહેલા હેરિટેજ સિટી અમદાવાદમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મુસાફરોનો ઘસારો સતત વધતો જઈ રહ્યો છે અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા જતા મુસાફરો સાથે તોછડું વર્તન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હતી. સિનિયર અધિકારીઓથી લઈને સિક્યુરિટી સ્ટાફ કે જુદા જુદા ડિપાર્ટમેન્ટના કોઈપણ કર્મચારીઓ દ્વારા વારંવાર મુસાફરોનું અપમાન કરવામાં આવતું હોવાનું અને તેમની સાથે અશોભનીય વર્તન કરવામાં આવતું હોવાની સતત ફરિયાદો ઉઠતી રહી હતી.

આ ફરિયાદોના અનુસંધાનમાં તમામ કર્મચારીઓને ટ્રેઈનર
દ્વારા એરપોર્ટ પર તમારું વર્તન કેવું હોવું જોઈએ તે અંગેના ખાસ પાઠ ભણાવવામાં આવ્યા છે સાથે સાથે એરપોર્ટ પર લાગવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ કોઈ પણ કર્મચારી મુસાફર સાથે કેવું વર્તન કરે છે તેનું સતત ઓબ્ઝર્વેશન થઈ રહ્યું છે.

એરપોર્ટના સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ તમામ કર્મચારીઓની તાલીમ પૂર્ણ થઈ છે તાલીમ બાદ તેમનામાં કેવો સુધારો આવે છે તે સતત ચેક કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મુસાફરોના ફીડબેક પણ લેવામાં આવી રહ્યા છે ‌‌.

બોક્સ:
સોરી: અમદાવાદ એરપોર્ટ મેનેજર આપની કોઈ મદદ કરી શકશે નહીં
!

અમદાવાદ એરપોર્ટ પર તમામ કરીમચારીઓ મુસાફરોની વાત સાંભળે અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવે તેના માટે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે જ અમદાવાદ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર મુસાફરોની સમસ્યા સાંભળવાની જવાબદારી જેમને સોંપવામાં આવેલી છે તેવા એરપોર્ટ મેનેજર ક્યારે કોઈ મુસાફરની ફરિયાદ નહીં સાંભળતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. મેનેજરની કેબિનનો દરવાજો ખોલીને કોઈ મુસાફર તેમની સમક્ષ રજૂઆત કરવા જાય તો એરપોર્ટ મેનેજર પાસે મુસાફરની ફરિયાદ સાંભળવાનો પણ સમય નહીં હોવાની રજૂઆતો થઈ રહી છે. એરપોર્ટ મેનેજર મુસાફરોની ફરિયાદ સાંભળતા નથી તો તેમની મુશ્કેલીઓનું નિવારણ કેવી રીતે લાવી શકે આ બાબતે રજૂઆત ચેક દિલ્હી સુધી થઈ હોવાનું પણ જાણી શકાયું છે જાગૃત મુસાફરો દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રી અને વિદેશ મંત્રી સમક્ષ પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here