કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જયરાજસિંહ પરમારનું કોંગ્રેસ તોડો અભિયાન સફળ ! NSUI ના 5000 થી વધુ લોકો પાર્થ દેસાઈ સાથે કરશે કેસરિયો ધારણ !

0
240

ગુજરાત કોંગ્રેસની સાથે સાથે વિદ્યાર્થી પાંખમાં પણ ભંગાણ થવાની તૈયારીઓ થઈ ચૂકી છે. NSUIના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થતાં જ બળવો થઈ ગયો છે. ત્યાર બાદ કેટલાક હોદ્દેદારોએ NSUIના પ્રદેશ પ્રમુખની શપથવિધિના દિવસે જ રાજીનામાં આપી દીધાં હતાં. જોકે આ મામલે 3 નેતા પર આક્ષેપ કરવામાં આવ્યા છે. NSUIના પૂર્વ નેતા પાર્થ દેસાઈએ ગુજરાત કોંગ્રેસના 3 નેતાને કારણે NSUIનું પૂરું થશે એવો દાવો કર્યો છે.

હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી થઈ એ બાદ કોંગ્રેસમાં ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને હાર્દિક પટેલ એમ 2 જૂથ ચાલી રહ્યાં હતાં. આ બંને જૂથ યૂથ કોંગ્રેસ અને NSUIમાં સક્રિય હતાં. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જૂથ મજબૂત થયું હતું. આ તમામ વચ્ચે NSUIના પૂર્વ નેતા પાર્થ દેસાઈ અને તેમની સાથેના 300 જેટલા કાર્યકરોએ એકસાથે NSUIમાંથી રાજીનામાં આપ્યા હતા. નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જૂથના નરેન્દ્ર સોલંકીની નિમણૂક કરતાં નારાજ પાર્થ દેસાઈએ નરેન્દ્ર સોલંકીની પ્રદેશ પ્રમુખ તરીકેની શપથ વિધિના દિવસે જ રાજીનામું આપી દીધું હતું.

પાર્થ દેસાઈએ રાજીનામું આપ્યાના 12 દિવસ બાદ પાર્થ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ પાર્થ દેસાઈએ આગામી સમયમાં ભાજપમાં જોડાવવા બાંયધરી આપી હતી. કોંગ્રેસ અને NSUIના 600 હોદેદાર સહિત 5000 લોકોને ભાજપમાં જોડાવવા પાર્થ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પાસે સમય માગ્યો હતો. આ સમય મળતાં જ શક્તિ પ્રદર્શન સાથે તમામ ભાજપનો કેસરિયો ખેસ પહેરી લેશે.

‘NSUI માટે અનેક આંદોલન કર્યા ને કેસ પણ માથે લીધા’
આ અંગે પાર્થ દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું 7 વર્ષથી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIમાં હતો. કોલેજ પ્રમુખ, શહેર મહામંત્રી, સેનેટ મેમ્બર અને પ્રદેશ મહામંત્રી સુધી મેં ફરજ બજાવી છે. કોંગ્રેસ અને NSUI માટે અનેક આંદોલન કર્યા છે અને કેસ પણ માથે લીધા છે.

પાર્થ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે નવા પ્રમુખ તરીકે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જૂથના નરેન્દ્ર સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. કોઈ હોદ્દો કે કોઈ કામગીરી કરી ન હોવા છતાં ઇન્દ્રવિજયસિંહ જૂથના હોવાથી અને ભલામણથી સીધા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

પાર્થ દેસાઈએ આગળ કહ્યું હતું કે અમે પક્ષ માટે આંદોલન કર્યા અને 2-3 દિવસ જેલમાં પણ રહ્યા. અમારા પર 15-16 કેસ થયા છે. પક્ષ તરફથી કોઈ વકીલ આપવામાં આવતા નથી. કોર્ટના ધક્કા અમારે ખાવા પડે છે. અમને કોઈ કાર્યક્રમમાં આમંત્રણ પણ આપવામાં આવતું નથી. કેટલીક ચોક્કસ લોબી પોતાના ફાયદા માટે સંગઠન પર પકડ બનાવે છે. પોતાની પકડ છે તેવું સમજનારા જ સંગઠનને પૂરું કરી નાખશે. પૈસા ખર્ચે તેને હોદ્દા આપવામાં આવે છે. અત્યારે કોંગ્રેસ ઈચ્છે તો પણ 500 કાર્યકર ભેગા કરીને કાર્યક્રમ ના કરી શકે. આખરે કંટાળીને મેં રાજીનામું આપ્યું છે અને હવે આગામી દિવસમાં ભાજપમાં જોડાઈશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here