BHARUCH : પેરોલ ફર્લો સ્ક્વોડે અંકલેશ્વર GIDCની કંપનીમાં થયેલી ચોરીના આરોપીને દબોચ્યો: આરોપી ત્રણ મહિનાથી ચોરી કરીને ફરાર હતો !

0
92

ભરૂચ જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડે અંકલેશ્વર GIDCમાં આવેલી કંપનીમાંથી રુ 1.84 લાખની કિંમતની એસ.એસ.ની રીંગ તથા પ્લેટોની ચોરીના ગુનામાં 3 મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો છે. પેરોલ ફર્લોની ટીમે આરોપીને વધુ તપાસ અર્થે અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં સોંપ્યો છે.
​​​​​​​અંકલેશ્વર GIDC વિસ્તાર આવેલી વૈષ્ણવ ડીસીંગ એન્ડ એન્જિનિયરિંગ કંપનીમાં 28મી એપ્રિલ 2022ના રોજ રાત્રીના સમયે અજાણ્યા તસ્કરે કંપનીની દીવાલ કૂદીને પ્રવેશ કર્યો હતો. જેમાં તસ્કરે કંપનીના એસએસના રોડ (સાપ્ટ) નંગ-03 કિંમત રૂ.18 હજાર અને એસએસની નાની-મોટી રીંગ નંગ- 22 જેની કિંમત રૂ.1,66,000 મળીને કુલ રૂ.1,84,000ની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.
કંપનીના માલિક આકાશ અરવિંદભાઈ સાવલીયાને ત્યાં ચોરી થતા તેમણે અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના સભ્યો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે,અંકલેશ્વર GIDCની કંપનીમાં થયેલી ચોરીનો આરોપી શીવ શંકર ઉર્ફે દયા લક્ષ્મણભાઇ ચોરસીયા હાલ રહે, દઢાલ,તા-અંકલેશ્વરનો હોવાનું માલુમ પડ્યું હતું. આ માહિતીના આધારે પેરોલ ફર્લો સ્કોડની ટીમે 18 મી જુલાઈ 2022ના રોજ ચોર આરોપી શિવ શંકર ચોરસીયાને દઢાલ ગામમાંથી ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here