ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લવ જેહાદની ઘટનાઓને લઈ હિન્દૂ સંગઠનો ની ઊંઘ હરામ થઈ જવા પામી છે ત્યારે હવે બીજી તરફ ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ચઢી જવા પામ્યું છે પરંતુ ભરૂચ જિલ્લાના એલ.સી.બી. પી.આઈ. મંડોળા ને ક્યાં ઉપરી અધિકારીઓના આશિર્વાદ છે કે ખુલ્લેઆમ ભાજપના જ કાર્યકરો ને ધમકીઓ આપી રહ્યા છે.બીજી તરફ ભાજપના કાર્યકર વિનોદ જાદવ દ્વારા ધમકીને લઈ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ને પણ પત્ર લખવામાં આવ્યો છે અને એ પત્ર માં પણ જણાવવામાં આવેલું છે કે જો આ પી.આઈ. મંડોળા ઉપર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભરૂચ જિલ્લા નું યુવધન બરબાદ થઈ જશે અને અનેક પરિવારોને પોતાના દીકરાઓ અને દીકરીઓ ગુમાવવા નો વારો આવશે.જેથી ભરૂચ જિલ્લા એલ.સી.બી. પી.આઈ. ઉપર તાત્કાલિક અસરથી પગલાં ભરવાની માંગ અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ ભાજપના જ કાર્યકર વિનોદ જાદવે કરી છે.
ક્યારે અટકશે ભરૂચ જિલ્લામાં ચાલતા હુકકબાર !?
ક્યારે અટકશે ભરૂચ જિલ્લામાં ચાલતા ડ્રગસ ના કારોબારીઓ !?
શુ ભરૂચ જિલ્લાના યુવાધન ને બરબાદ થતું અટકાવી શકશે !?
ભરૂચ જિલ્લામાં હુકકબાર ના માલિકો બન્યા બેફામ ! સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા !
શહેરનો યુવાધન થઈ રહ્યો છે હુક્કાબારથી બરબાદ ?
શું ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ યુવા ધનને બચાવવા આવશે આગળ ?