અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ખાતાના તોડબાજ કર્મીઓ ક્યાં સુધી નિર્દોષ વ્યક્તિઓના લેવા દેશે જીવ !? રાયપુર દરવાજા પાસે ગાયે સિંગડું મારતા સિનિયર સીટીઝન નું મોત !
રાયપુર વિસ્તારમાં રસ્તે જતા રાહદારી સિનિયર સિટીઝનને ગાયે શીંગડું મારતા તેમનુ ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું છે. બનાવની વિગત એવી છે કે, રાયપુર વિસ્તારમાં આવેલા ગામડીવાળા બિલ્ડિંગમાં રહેતા દીપકચંદ્ર જગન્નાથ ત્રિવેદી (ઉં.66) 11 જુલાઈએ 8 વાગ્યાની આસપાસ પોતાના રહેણાક નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે દીપકચંદ્રને ગાયે શીંગડું મારતા તેઓ રસ્તા પર પડી ગયા હતા.
ત્યાર બાદ ગાયે ફરી તેમને મારવા માટે શીંગડું ઉગામતા તેમણે બૂમાબૂમ કરી હતી, જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગાય સહિતનાં ઢોરોને ત્યાંથી હાંકી કાઢી તેમને વધુ મારથી બચાવ્યા હતા. દીપકચંદ્રને પગે ગંભીર ઈજા થઈ હોવાથી તાત્કાલિક મણિનગરની એલ. જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.