લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે. જે બાદ હવે સરકાર એક્શનમાં આવી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમા બોટાદના એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના SP વિરેન્દ્રસિંહ યાદવની પણ બદલી કરવામાં આવી છે. જ્યારે બોટાદ અને ધોળકાના dysp સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા છે. DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ કરાયા છે.
25 જુલાઈને સોમવારે બરવાળાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડથી પહેલું મોત નોંધાયું હતું. ત્યારબાદ ધીરે-ધીરે મોતના આંકડામાં વધારો થયો હતો ને 26 તારીખ ને મંગળવારે મૃત્યુઆંક 55 હતો. જ્યારે ગઈકાલે વધુ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા, એમ અત્યાર સુધીમાં કુલ 57 લોકોના મોત થયા છે. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે.
- કરણરાજ વાઘેલા બોટાદ SP- બદલી
- વીરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય SP- બદલી
- એસ.કે.ત્રિવેદી DYSP- સસ્પેન્ડ
- એન.વી.પટેલ DYSP ધોળકા- સસ્પેન્ડ
- એસ.ડી.રાણા PSI રાણપુર- સસ્પેન્ડ
- ભગીરથસિંહ વાળા PSI બરવાળા- સસ્પેન્ડ
- કે.પી.જાડેજા PI ધંધુકા – સસ્પેન્ડ
- સુરેશ ચૌધરી CPI-સસ્પેન્ડ