GUJARAT : પોલીસ ગ્રેડ પે આંદોલનની આગ વધુ ઉગ્ર બની ! પોલીસ અને પોલીસ પરિવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં !

0
2669

ચેનલ હેડ સ્ટેફી કુનુરિયા

પોલીસ ગ્રેડ પે આંદોલન છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક સંવેદનશીલ મુદ્દો બની રહ્યો છે. ગ્રેડ પે મામલે પોલીસની ધીરજ હવે ચરમસીમા પર છે. અનેક વખત માગ કરવા છતાં પણ સરકાર પાસે માત્ર એક જ જવાબ છે કે ગ્રેડ પે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે. દિવ્ય ભાસ્કરને સરકારના વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સરકાર હવે નજીકના ભવિષ્યમાં જ પોલીસકર્મચારીઓને ખુશખબર આપવા જઈ રહી છે.

બે દિવસ અગાઉ પણ ગૃહ રાજ્યમંત્રીને પત્રકાર પરિષદમાં પુછાયેલા સવાલમાં પણ તેમણે જવાબ આપ્યો હતો કે ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં આવશે, પરંતુ આખરે ટૂંક સમયની વ્યાખ્યા શું ? એ સવાલ સૌ પોલીસકર્મીઓને સતાવે છે.

તપાસ સમિતિ દ્વારા સોંપાયેલા રિપોર્ટના આધારે ગૃહ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આખરી તબક્કામાં આ નિર્ણય હોવાની માહિતી વિશ્વાસપાત્ર માથાને આધારે મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ વિભાગને તાકીદ કરીને તમામ ફાઈલ પોતાના સુધી મગાવી છે, જેને આગામી સપ્તાહમાં લીલી ઝંડી મળી શકે છે. આમ, પોલીસકર્મચારીઓ માટે સરકાર આગામી 15 દિવસમાં જ ખુશીના સમાચાર આપી શકે છે.

સરકાર જ્યારે વારંવાર કહે છે કે ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરાશે ત્યારે સ્વાભાવિક છે કે નાણાં વિભાગને બજેટ માટે દરખાસ્ત મૂકવામાં આવી જ હોઈ શકે ત્યારે આ અંગે દિવ્ય ભાસ્કરની ટીમે નાણાં વિભાગમાં તપાસ કરી. નાણાં વિભાગના જવાબદાર અધિકારીઓ કહી રહ્યા છે કે પોલીસ ગ્રેડ પે મુદ્દે સરકાર તરફથી હજુ સુધી કોઈ દરખાસ્ત જ હજુ સુધી આવી નથી.

ગૃહમંત્રી હર્ષ સંઘવી ના વાયદે પે વાયદા ની તારીખ :

૨૩/૦૫/૨૦૨૨ ટૂંક સમયમાં જાહેરાત કરીશું

૦૯/૦૭/૨૦૨૨ ટૂંક સમયમાં જાહેરાત કરીશું

૨૨/૦૭/૨૦૨૨ ઝડપથી જ નિર્ણય કરીશું

૦૨/૦૮/૨૦૨૨ બહુ જલ્દી જ થઈ જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here