દહેગામ ના રસ્તા ઉપર રખડતા ઢોર અને ઊંઘતું તંત્ર શુ વેરા ઉઘરાવતા તંત્રની આના સામે કોઈ જવાબદારી નથી ? શું દહેગામ ની પ્રજાએ રખડતા ઢોર સામે આમ જ હેરાન પરેશાન થતું રહેવું પડશે સુ દહેગામ નું તંત્ર આની સામે કોઈ પગલા લેશે ખરા કે પછી રખડતા ઢોરથી માનવી કે ઢોરને કોઈ નુકસાન પહોંચે અને કોઈ અનિચ્છનીય બનાવ બને તેની રાહ જોશે તંત્ર ? દહેગામમાં રખડતા ઢોરના ત્રાસથી નગરજનો અને વાહન ચાલકો છે ત્રાહિમામ છતાં પણ તંત્રની નથી ખુલતી આંખ જ્યારે કે દહેગામમાં રખડતા ઢોરના કારણે અનેકો બનાવ બની ચૂક્યા છે ત્યારે આવો કોઈ ફરી બનાવ ન બને અને દહેગામની જનતા ને હાલાકી ન ભોગવવી પડે તે માટે સ્ટાર ન્યુઝ ગુજરાતી લાઈવ તંત્ર રખડતા ઢોર મુદ્દે કોઈ કાર્યવાહી કરે તેવી અપીલ કરે છે.

મન્સૂરી મુસ્તકિમ
દહેગામ