દહેગામ વિધાનસભા પીપલજ ગામ ના રહેવાસી આમ આદમી પાર્ટીના પૂર્વ તાલુકા પ્રમુખ અને અમદાવાદ પૂર્વના લોકસભા જોઈન્ટ સેક્રેટરી અને દહેગામ વિધાનસભા આમ આદમી પાર્ટી ના ધારાસભ્યના પદ માટે ના સંભવિત ઉમેદવાર ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સ્ટાર ન્યુઝ ગુજરાતી લાઇવ ના પત્રકારે પીપલજ ગામમાં તેમના ધરે મુલાકાત લીધી અને તેમની સાથે વાતચીત કરી હતી તે દરમિયાન ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે દહેગામ તાલુકામાં જે ભાજપ અને કોંગ્રેસે નથી કર્યા તે તમામ વિકાસના કામ દહેગામના નગરજનોને દહેગામ વિધાનસભાના ગામડાના લોકોને પડતી તમામ હાલાકી દહેગામના નાનામાં નાના પ્રશ્નો તે તમામનું નિરાકરણ કરીશું દહેગામ તાલુકામાં શિક્ષણનું સ્થર ઊંચું આવે આરોગ્યની સુવિધાઓ સારી બની રહે તે તમામ મુદ્દે દહેગામ ની જનતા જોડે જઈ અને જનતા વચ્ચે રહી સો ટકા સાચા વિકાસના કામ કરીશું અને આ જ અમારી આમ આદમી પાર્ટીનો નિર્ધાર છે અને કામ કરવુ એ અમારી પ્રાથમિકતા છે.
