રક્ષાબંધન કેમ ઉજવાય છે ? શું છે રક્ષાબંધન નું મહત્વ ! જાણો શાસ્ત્રી કેયુર ભટ્ટ સાથે !

0
264

રક્ષાબંધન ભારત નો સૌથી મહત્વ ના તહેવારો માં નો એક ધાર્મિક તહેવાર છે. રક્ષાબંધન શ્રાવણ મહિના ની પૂનમ ના દિવસે આવે છે. તેને “બળેવ” પણ કહે છે. રક્ષાબંધન ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ નો તહેવાર છે.

રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈ ના કપાળ માં તિલક કરે છે અને જમણા હાથે રાખડી બાંધે છે.રાખડી માં બહેન નો ભાઈ પ્રત્યે નો અતૂટ પ્રેમ સમાયેલો છે. પછી ભાઈ અને બહેન એકબીજા ને ગોળ કે મીઠાઈ ખવડાવી ને મોઢું મીઠું કરાવે છે.
બહેન પોતાના ભાઈ ને આશીર્વાદ આપે છે. અને ભાઈ પોતાની બહેન ને ભેટ આપી અને પૂરી જીંદગી રક્ષા કરવા નું વચન આપે છે.
રક્ષાબંધન માં ધાર્મિક મહત્વ પણ ઘણું છે અને રક્ષાબંધન સામાજિક સંબંધો માં પણ મીઠાસ વધારતો તહેવાર છે એટલે જ તો રક્ષાબંધન ને ધાર્મિક અને સામાજિક તહેવાર પણ કહી શકાય. રક્ષાબંધન સૌને આનંદ અને પ્રેમ આપતો તહેવાર છે.

રક્ષાબંધન નો તહેવાર સમાજ ના બધા જ વર્ગ ના લોકો ઊજવતા હોય છે. કેટલીક બહેનો જેલ ના કેદીઓ ને પણ રાખડી બાંધે છે. આ દિવસે માછીમારો દરિયા માં નાળિયેર પધરાવી ને દરિયા દેવ ની પૂજા કરે છે. એટલે આ દિવસ ને “નાળિયેરી પૂનમ” પણ કહેવાય છે.

રક્ષાબંધન ના દિવસે બ્રાહ્મણો નદી કે તળાવ કિનારે જઈ ને શાસ્ત્રોકત વિધિસર નુતન યજ્ઞોપવિત ધારણ કરે છે.

રાખડીનો (રક્ષા બંધનનો ) તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિએ ઉજવવાની પરંપરા રહી છે.

શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ ના જણાવ્યા અનુસાર આ વર્ષે રક્ષાબંધન ચૌદશ ના દિવસે છે. શ્રાવણ સુદ ચૌદશને ગુરુવાર તારીખ ૧૧/૦૮ /૨૦૨૨ નાં દિવસે ચૌદશ તિથિ. સવાર નાં ૧૦: ૩૯ સુધી છે ત્યાર બાદ પૂનમ તિથિ છે. તથા શુક્રવારે પૂનમનાં દિવસે પુનમ તિથિ સવારનાં ૭:૦૬ કલાક સુધી જ હોય અને શુક્રવારે એકમ તિથિ ક્ષય તિથિ હોવાથી આ વર્ષે રક્ષાબંધન શ્રાવણ સુદ ચૌદશ ને ગુરુવારે ઉજવાશે. રાખડી બાંધવી પણ ચૌદશ ને ગુરુવારે ઉત્તમ રહેશે આમ તો રાખડી બાંધવામાં અને નુતન યજ્ઞોપવિત ધારણ કરવામાં વિષ્ટકરણ નો દોષ લાગતો હોય છે પરંતુ આ વર્ષે ગુરુવારે ચૌદશ ના દિવસે મકર રાશીનાં ચંદ્ર માં વિષ્ટકરણ છે. આથી વિષ્ટકરણ એટલે કે ભદ્રા પાતાળ માં છે. આથી દોષ કારક નથી આમ ગુરુવારે તારીખ ૧૧/૦૮ /૨૦૨૨ નાં દિવસે સવારે ૧૦:૩૯ પછી પૂનમ તિથિ હોવાથી રાખડી બાંધવી તથા નુુતન યજ્ઞોપવિત ધારણ કરવી ઉત્તમ રેહશે

રાખડી બાંધવા નો મંત્ર
ॐ येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः।
तेन त्वामपि बध्नामि रक्षे मा चल मा चल।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here