કારંજ પોલીસ સ્ટેશનના પી.આઈ.ચૌધરી ના ઈશારે તેમના મિત્ર રેવા ભરવાડ બેફામ બન્યા કે શું !? શા માટે વેપારીઓ પાસેથી ઉઘરાવે છે ઉઘરાણું !? ઝોન 2 ડીસીપી જે.ડી.જાડેજા શા માટે મૌન !?

0
1330

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી તોડકાંડ ને લઈ ગુજરાત પોલીસની છબી ખરડાઈ રહી છે જેમાં અમુક ગણ્યા ગાંઠ્યા પોલીસ કર્મચારીઓ ને કારણે આખી ગુજરાત પોલીસ બદનામ થઈ રહી છે જેને લઈ ગુજરાત ની જનતા ને પોલીસ ઉપર ભરોસો ઉઠી જવા પામ્યો છે.
વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રેવા ભરવાડ ની કે જેઓ ની નોકરી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં બોલાઇ રહી છે પરંતુ તારીખ 10/06/2020 ના દિવસથી ઝોન 1 સ્કોર્ડ માં કામ કરી રહ્યા હોવાની વાત સંબંધીતોમાં ભારે ચર્ચા નું કેન્દ્ર બની છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા બનાવવા માં આવેલ સ્કોર્ડ માં પણ રેવા ભરવાડનું નામ ન હોવા છતાં પણ રેવા ભરવાડ ઝોન 1 માં ફરજ બજાવતા હોવાનું રટણ ચાલુ રાખી ને અનેક બીજા નાના કર્મચારીઓને ડરાવી રહ્યા હોવાની અનેક વાતો ચર્ચામાં આવી રહી છે.
થોડા સમય પહેલા ઝોન 1 ડીસીપી સ્કોર્ડ દ્વારા વાડજ વિસ્તારમાંથી અંગ્રેજી દારૂ ની પેટીઓ પકડવામાં આવી હતી અને તેમાં પણ બે વહીવટદારો વચ્ચે બોલાચાલી થઈ હતી અને જેમાં ડીસીપી ઓફિસમાં જ દારૂ છુપાડી દેવાની હકીકત સામે આવતા ખુદ ડીસીપી લવીના સિંગ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી હતી પરંતુ પોતાનું સામ્રાજ્ય ધરાવતા રેવા ભરવાડ વાડજ નો વહીવટ કરતા હોવાથી અનેક બુટલેગરો જોડે ઘરોબો ધરાવતા રેવા ભાઈ ભરવાડે ઝોન 1 સ્કોર્ડ ની ટીમ ને તતડાવ્યા હતા કે અહીં મને પૂછ્યા વગર કેમ રેડ કરી જેથી રેવા ભરવાડ ઉપર અનેક સવાલો ઉભા થવા પામ્યા હતા.
બીજી તરફ કારંજ પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો કારંજ પોલીસ સ્ટેશનનો વહીવટ રેવા ભરવાડના હાથમાં છે અને કારંજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અનેક ડ્રગસ ના ડિલરો અને પેડલરો બિન્દાસ ધંધો પણ કરી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે તો કારંજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અનેક પાથરણા વાળા ફૂટપાથ ઉપર બેસીને ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ ગુલાબી નોટોના લાલચી રેવા ભરવાડ દ્વારા રાજુ ઉર્ફે રાજીયા નામના શખ્સ ને પ્રાઇવેટ વહીવટદાર તરીકે રાખવામાં આવ્યો છે અને જેના દ્વારા
1.ભદ્ર પ્રેમભાઈ હોલ પાસે 70 થી 80 પાથરણા વાળા પાસેથી મહિને રોજના 4800 રૂપિયા એટલે કે મહિને 1,44,000 રૂપિયા

  1. ભદ્ર પ્રેમભાઈ હોલ પાસે રૂમાલ વાળા 70 થી 80 જણ પાસેથી રોજના 2400 રૂપિયા એટલે કે મહિને 72000 રૂપિયા
  2. ભદ્ર પ્રેમાભાઈ હોલ સાજીદ ઉર્ફે લબબુ આજુબાજુના પાથરણા વાળા ને પોલીસ ની ધમકીઓ આપી રોજના 3200 રૂપિયા એટલે કે મહિને 96000 રૂપિયા
    આ બધા જ રૂપિયા ઉઘરાવી પી.આઈ.અને વહીવટદાર રેવા ભરવાડ દ્વારા પોતાના ખિસ્સા ભરી દેતા હોવાની વાતોએ ચર્ચા માં જોર પકડ્યું છે.
    આમ તો વાત કરવામાં આવે તો ઝોન 2 ડીસીપી જે.ડી.જાડેજા પોતે નોન કરપ્ટ હોવાના દાવા કરી રહ્યા છે પરંતુ તેમની નીચેના પી.આઈ.અને જેની તો નોકરી પણ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં હોવા છતાં કારંજ વિસ્તારમાં પોતાનો દબદબો ઉભો કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
    રેવા ભરવાડ ઉપર ક્યાં ઉપરી અધિકારીઓના આશીર્વાદ છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે.જો આ સમગ્ર મામલે ગુજરાત રાજ્યના ડીજીપી,અમદાવાદ પોલીસ કમિશ્નર અને ઝોન 1 તથા ઝોન 2 ના ડીસીપી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો રેવા ભરવાડ ની બેનંબરી અનેક સંપતિઓ મળી આવે તેવી શંકાઓ ઉપજાવી રહી છે.

કારંજ પોલીસ સ્ટેશનના પી.આઈ. ચૌધરી અને વહીવટદાર રેવા ભરવાડ નો અહેવાલ બીજા અંક માં વાંચતા રહો !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here