FCI વિભાગ અંતર્ગત રેશનિંગ ની દુકાનો ના લાઇસન્સ આપવામાં આવે છે કે જેના થકી ગરીબી રેખા હેઠળ આવતા તમામ લોકોને સસ્તા ભાવનું અનાજ મળે અને તેમની રોજી રોટી સલામતી રીતે ચાલે.પરંતુ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં આ ગરીબોને મળતા અનાજ ના કાળા કારોબારીઓ એટલી હદે બેફામ બન્યા છે કે ગરીબો માટે આવતું અનાજ બારોબાર વેચી મારવાનું કામ કરી રહ્યા છે.અહીં વાત કરવામાં આવે તો મણિનગર,ઇસનપુર,ઘોડાસર,દાણીલીમડા,જમાલપુર,ખાડિયા સહિતના વિસ્તારની રેશનિંગ ની દુકાનોના માલિકો દ્વારા ચમનપુરા વિસ્તારમાં ગોડાઉન ધરાવનાર છોટે માંગી અને જીગા નામની વ્યક્તિ દ્વારા FCI ના અધિકારીઓ સાથે ઘરોબો રાખી FCI દ્વારા આપવામાં આવતો અનાજ નો જથ્થો બારોબાર છોટે માંગી અને વિકાસ નામના વ્યક્તિઓ ને વેચી મારવાનું કૌભાંડ કરી રહ્યા છે અને તે અનાજ બારોબાર સાણંદ પાસે આવેલી રાઈસ મિલ માં સપ્લાય કરવામાં આવી રહ્યું છે છતાં પણ અમુક પોલીસ સ્ટેશનના ગણ્યા ગાંઠ્યા બની બેઠેલા પોલીસ કર્મચારીઓ છોટે માંગી અને જીગા નામના શખ્સ ને છાવરતા હોવાથી તેના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને સાથે સાથે રેશનિંગ ની દુકાન ચલાવતા માલિકો ઉપર ગુજરાત નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ વેપારીઓને કોઈપણ જાતનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે.જો ગુજરાત નાગરિક પુરવઠા વિભાગ અને પોલીસ દ્વારા ભેગા થઈ આવા તત્વો ને પકડવામાં આવે તો મોટા પ્રમાણ માં કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
