AHMEDABAD : શુ આપ પણ જાવ છો પાલડી ના A.ONE હેર સલૂન માં હેર કટ કરાવવા ? તો ચેતી જજો ક્યાંક તમે પણ ના ફસાઈ જાવ ! સલૂન ની આડમાં ચાલતા જુગરધામમાં પાલડી પોલીસે માર્યો છાપો ! 8 જુગારી પકડાયા !

0
899

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરાવવા માટે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા કમર કસવામાં આવી છે અને દરેક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ને જણાવી દેવામાં આવ્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી હતી.તેવામાં જ અમદાવાદ શહેરમાં શ્રાવણીયો જુગાર બેફામ બન્યો હોય તેમ લોકો પોલીસ ના ડર વગર જ જુગાર રમતા હોવાની વાતો સામે આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં એક હેર સલૂન ની આડમાં ચાલતા જુગાર ધામમાં પાલડી પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા જ જુગરીઓના રંગમાં ભંગ પડ્યો હતો.
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ એન.આઈ.ડી.પાસે આવેલ એ.વન.સલૂન માં સલૂનના માલિક દ્વારા બહાર થી અન્ય માણસો ને બોલાવી ને અંદર જુગરધામ ચલાવવામાં આવતું હોવાની બાતમી પાલડી પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ.રિદ્ધિ દવે ને મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતા જ સલૂનની અંદર જુગાર રમતા 8 નબીરા ઝડપાઇ ચુક્યા હતા.
પરંતુ અહીં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે પાલડી પોલીસ સ્ટેશનમાં તોડ કાંડ માં ચર્ચાતા ડી સ્ટાફના માણસો કે જેમની કે કંપની માં બદલી કરી દીધી હોવા છતાં પણ પાલડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જ ફરતા રહી દારૂ જુગારના ધંધાર્થીઓ ને છૂટો દોર આપી રહ્યા હોવાની વાત પાલડી પોલીસ સ્ટેશનના પી.આઈ. રિદ્ધિ દવેના ધ્યાને પણ આવતા પાલડી પોલીસ સ્ટેશનના પી.આઈ. દ્વારા પોતાના ખાનગી માણસો રાખી તપાસ કરવામાં આવતા અને પાકી બાતમી મળતા જ પાલડી પોલીસ સ્ટેશનના પી.આઈ. દ્વારા આ રેડ કરી જુગારીઓ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા જ કે કંપની માં ગયેલા પાલડી ડી સ્ટાફના માણસો માં ગભરાહટ ફેલાઈ ગઈ હોય તેવી વાત ચર્ચાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here