આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને શનેશ્વરી અમાસ ! આજે શિવજીની પૂજા કરવાથી શુ થશે લાભ ! જાણો શાસ્ત્રી કેયુર ભટ્ટ શુ કહે છે !

0
99

શિવ પ્રીય પવિત્ર શ્રાવણ માસ નો અંતિમ દિવસ અમાસ શનિવાર ને 27/08/2022
આ દિવસ શિવ પાર્થીશ્વર પુજન નો છેલ્લો દિવસ પાર્થીશ્વર પુજન બાદ રુદ્રી પાઠ કરવો
સમય ના અભાવે કે અન્ય કારણોસર જો વૈદિક રુદ્રીના પાચંમા અધ્યાયના ૧૧ પાઠ થઈ શકે તેમ ન હોય તો સળંગ પાઠ કરવો. તેમાં આધ્યાત્મિક રીતે વ્યક્તિના મન-બુધ્ધિ -કવચ-હ્રદય-નેત્ર તેમજ રિલેશનની બાબતો નિર્મળ થાય તેવી વૈદિક રુચાઓ હોય શુક્લ યજુર્વેદી વૈદિક રુદ્રીનો સળંગ પાઠ કલ્યાણ કારી છે.

શનિવારે શિવયોગ આખો દિવસ અને રાત્રના ર.06 સુધી છે
આગામી તા.27ના શ્રાવણ મહિનાની શનિવારી અમાસ અને સાથે શિવયોગનો શુભ સંગમ થશે. આ વર્ષે શ્રાવણ મહિનાની અમાસના દિવસે શનિવાર છે અને શિવયોગ છે. આથી શ્રાવણ મહિનો અમાસ અને શિવયોગનો ત્રીવેણી સંગમ રચાશે. આ દિવસ શિવપુજા, પિતૃપુજા અને શનિદેવની પુજા ઉપાસના માટે ઉત્તમ દિવસ ગણાશે.

શનિ અમાવસ્યાના દિવસે કરો આ ઉપાય 

• શનિ અમાસના દિવસે શનિદેવની સાથે-સાથે ભગવાન હનુમાનજીની પૂજા કરવી લાભકારી સાબિત થશે. આ દિવસે હનુમાનજીને બૂંદીના લાડ્ડુ અથવા પછી ચણાની દાળ અને ગોળનો પ્રસાદ ચઢાવો. જેનાથી બજરંગબલીની કૃપા પ્રાપ્ત થશે. 

• દરેક પ્રકારના દુ:ખમાંથી છૂટકારો મેળવવા માટે શનિશ્ચરી અમાસના દિવસે સાત મુખી રૂદ્રાક્ષને ગંગાજળથી ધોઈને 108 વખત ઓમ પ્રાં પ્રીં પ્રોં સ: શનૈશ્ચરાય નમ: અથવા પછી ઓમ શં શનૈશ્ચરાય નમ: મંત્રનો જાપ કર્યા બાદ ધારણ કરી લો. 

• સુખ-સમૃદ્ધી માટે શનિશ્ચરી અમાસના એક દિવસ પહેલા એટલેકે શુક્રવારના દિવસે કાળા કપડામાં કાળી અડદને બાંધીને નજીકમાં રાખી ઊંઘી જાઓ. પછી અમાસના દિવસે કોઈ શનિ મંદિરમાં જઇને મુકી દો. ત્યારબાદ સાંજના સમયે સુરમાની એક શીશી લઇને આખા શરીરે ફેરવીને 9 વખત ઉતારી લો અને કોઈ સુમસામ જગ્યાએ દાટી દો. 

શિવ પર ચઢાવવા ની વસ્તુ અને લાભ
ચોખા: સંતાન સુખ ની પ્રાપ્તિ થાય છે.
બીલીપત્ર : ધન ની પ્રાપ્તિ થાય છે.
જવ / ડાંગર: કન્યાની પ્રાપ્તિ થાય છે.
દુર્વા : લાંબા આયુષ્ય ની પ્રાપ્તિ થાય છે.
ઘી : સુખ અને સમૃધ્ધિ ની પ્રાપ્તિ થાય છે.
ગાય નુ ઘી : મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.
તિર્થ જળ: શાંતિ ની પ્રાપ્તિ થાય છે.
અત્તર : સર્વત્ર વિજય ની પ્રાપ્તિ થાય છે.
પંચામૃત: સર્વ સુખ ની પ્રાપ્તિ થાય છે.
દૂધ: આયુષ્ય ની પ્રાપ્તિ થાય છે.
દહિ : સ્થિર સંપત્તિ ની પ્રાપ્તિ થાય છે.
મધ : દેવા માથી મુક્તિ ની પ્રાપ્તિ થાય છે.
શેરડી નો રસ : લક્ષ્મિ ની પ્રાપ્તિ થાય છે.
શ્રીફળ નું પાણી : અલૌક્ય આનંદ ની પ્રાપ્તિ થાય છે.
હળદર : નિરોગી આરોગ્ય ની પ્રાપ્તિ થાય છે.
સુગંધિયુક્ત ફુલ : સ્થિર લક્ષ્મિ ની પ્રાપ્તિ થાય છે.
આમળા નો રસ : પિતૃશાંતિ ની પ્રાપ્તિ થાય છે.
દ્રાક્ષ : દરિદ્રતા દૂર થાય છે
દાડમ : રાજ્ય ની પ્રાપ્તિ થાય છે.
સુગંધિયુક્ત જળ: જ્ઞાન અને ભક્તિ ની પ્રાપ્તિ થાય છે.
સરસવ નું તેલ : હિત શત્રુ ઉપર વિજય ની પ્રાપ્તિ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here