AHMEDABAD : આજે PM મોદીના હસ્તે અટલ ફૂટ ઓવર બ્રિજનું થશે લોકાર્પણ ! રિવારફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ ને જોડતા ફૂટ ઓવરબ્રિજ ને જનતા માટે મુકાશે આજ થી ખુલ્લો !

0
161

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ખાતે 74 કરોડના ખર્ચે તૈયાર થયેલા આઈકોનિક ફૂટ ઓવરબ્રિજનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ થશે. પૂર્વ અને પશ્ચિમને જોડતો આ પહેલો ફૂટ બ્રિજ છે. એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે તૈયાર કરાયેલા આ બ્રિજની લંબાઈ 300 મીટરની છે.

પશ્ચિમ તરફે મલ્ટિલેવલ પાર્કિંગ-ફલાવર પાર્ક અને ઈવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝાથી આ બ્રિજ બનાવાયો છે. આ બ્રિજ એન્જિનિયરિંગના દ્રષ્ટિકોણથી એક અજાયબી છે. બ્રિજનું નામ અટલ બ્રિજ છે. 74 કરોડના ખર્ચે બ્રિજ ત્રણ મહિના પહેલા જ તૈયાર કરી દેવામાં આવ્યો હતો.

  • બ્રિજની કુલ લંબાઈ 300 મીટર છે જ્યારે વચ્ચેનો સ્પાન 100 મીટર છે.
  • છેડેના ભાગે પહોળાઈ 10 મીટર તેમજ બ્રિજના વચ્ચેના ભાગે પહોળાઈ 14 મીટર છે.
  • નદીના લોઅર તથા અપર પ્રોમીનાડ (ફૂટપાથ) ઉપરથી બંને બાજુએથી (પશ્ચિમ કાંઠે તથા પૂર્વ બાજુએથી) બ્રિજમાં પ્રવેશ કરી શકાશે.
  • 2600 ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત આઈકોનિક બ્રિજની આઇકોનિક ડિઝાઈનની સાબિતી આપે છે.
  • બ્રિજના વચ્ચેના ભાગે વૂડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના ભાગે ગ્રેનાઈટ ફ્લોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે.
  • વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટિંગ બ્રિજને આગવો લૂક આપે છે, ઉનાળામાં ઠંડક માટે મિસ્ટિંગ સિસ્ટમ પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here