AHMEDABAD : “પૂછતા હૈ ગુજરાત” હોમગાર્ડ વિભાગને લુણો લગાડનાર સામે પગલાં ક્યારે? અધિકારીઓ સામે હોમગાર્ડના જવાને કરી ભ્રષ્ટાચારની ફરિયાદો!

0
995

પોલીસ વિભાગની કામગીરીમાં મદદરૂપ થઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિની જાળવણીમાં પોતાનું યોગદાન વર્ષોથી આપી રહેલા હોમગાર્ડ વિભાગને વિભાગના જ અધિકારીઓએ લુણોલો લગાડ્યો હોવાની ચર્ચાએ સમગ્ર હોમગાર્ડ આલમમાં જોર પકડ્યું છે. હોમગાર્ડ વિભાગમાં થયેલા ભ્રષ્ટાચાર ના સમાચારો ની વિગતો એ ભૂતકાળમાં પણ સ્થાનિક દૈનિક વર્તમાન પત્રોમાં સન સનાટી મચાવી હતી. અને જાણવા મળતી માહિતી મુજબ તપાસનો નાટક રચીને ‘સબ સલામત’ ની ચાદર ઓઢાડીને તપાસને દફતરે કરવાની તાજવીજ હાથ ધરાઇ હતી પરંતુ હાલમાં જ આ ભ્રષ્ટાચારની જ્વાળાઓ ફરીથી ઊઠવા પામી છે જ્યારે હોમગાર્ડમાં ફરજ બજાવતા એક જવાને હોમગાર્ડમાં ચાલી રહેલા વ્યાપક ભ્રષ્ટાચાર ના આક્ષેપો કર્યા છે. હોમગાર્ડ વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર માટે કરેલા સિલસિલા બદ્ધ આક્ષેપો અંગે હોમગાર્ડ ડિવિઝન 1 કંપની 1 માં ફરજ બજાવતા જયસુખભાઈ પરસોત્તમભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે રાત્રિ ફરજ બજાવે છે. જે ભ્રષ્ટાચાર થયો છે તે 2021ના વર્ષમાં થયો છે જેમાં બોગસ ભરતી થઈ હોવાના આક્ષેપો થયા છે. કુલ 11 જવાનોની બોગસ ભરતી કરાઈ હોવાના આક્ષેપો થયા છે. આ અંગેની મોર્ડસ ઓપરેન્ડી માટે તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જેઓ અગાઉ હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા અને મૃત્યુ પામ્યા હતા તેમજ અન્ય ફરજ મુક્ત થયા હતા અથવા તેમને ફરજમાંથી છુટા કરવામાં આવ્યા હોય એવા જવાનોના પદ પર અન્યને હોમગાર્ડમાં નોકરી આપવામાં આવેલ છે તથા તે 11 જવાનો પૈકી એકને પી કેન વાળું આઈ કાર્ડ પણ મોટી રકમ લઈને આપવામાં આવેલ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. આ આઈ કાર્ડ એસ.કે યાદવ જે તે સમયના ઇન્ચાર્જ ડિવિઝન કમાન્ડર દ્વારા આપવામાં આવ્યું હતું. આ સમગ્ર હકીકત વાળી બાબતો માટે તેઓએ ત્રણથી ચાર વખત કમાન્ડર જનરલ, ગૃહ રાજ્ય મંત્રી વગેરેનાઓને લેખિત ફરિયાદ કરેલ છે. જેમાં જિલ્લા કમાન્ડર પશ્ચિમ જબ્બર સિંહ શેખાવત ના ઓની પણ સંડોવણી હોવાના તથા તેમના કાર્યકાળ દરમિયાન આ ભ્રષ્ટાચાર ફુલિયો ફાલ્યો હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા છે. તપાસ અધિકારીને વારંવાર પૂછતા તેમણે તપાસ પૂર્ણ થવાના આરે હોવાનું જણાવેલ હતું પરંતુ આજ દિન સુધી આ કથિત તપાસ પૂર્ણ ન થતા આખરે તેમણે હોમગાર્ડ કચેરી લાલ દરવાજા ખાતે આમરણાંત ઉપવાસ માટેની મંજૂરીની માંગણી કરતી એક અરજી કરેલ છે. આ આમરણાંત ઉપવાસ માટેની મંજૂરી તેમને પંદર દિવસમાં આપવા માંગણી કરેલ છે.

જબબર સિંહ સેખવતના તથા અન્ય અધિકારીઓના રેકોર્ડિંગ સાથેની માહિતી અમારા બીજા અહેવાલમાં જોતા રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here