AHMEDABAD : અમદાવાદ હોમગાર્ડ ભવનના કમાન્ડન્ટ જબબરસિંહ સેખાવત અને એસ.કે.યાદવ નું સૌથી મોટું કૌભાંડ ! ભાગ 2 : ઇનચાર્જ ડિવિઝન કમાન્ડન્ટ એસ.કે.યાદવ ગુલાબી નોટોના બંધાણી કે શું !? પી.કેપ. વાળા આઈકાર્ડ ની શુ છે કહાની !?

0
2072

અમદાવાદ શહેર હોમગાર્ડના સત્તાધીશો અને મળતીયાઓ દ્વારા આચરવામાં આવી રહેલા ભ્રષ્ટાચાર ના ફૂટેલા ફુગ્ગાઓએ ભ્રષ્ટાચારી સત્તાધીશો ની ઊંઘ હરામ કરી નાંખી છે અને ભ્રષ્ટાચાર થી ત્રાહિમામ પોકારી ગયેલા હોમગાર્ડ દળના જ કેટલાક જવાનો અને ડિવિઝન કમાન્ડન્ટ કે જેઓ નિષ્ઠા થી પોતાની ફરજ બજાવી રહ્યા છે તેવા જવાનોએ મીડિયા સમક્ષ વટાણા વેરી નાખ્યા હોઈ સમગ્ર મામલો સરકાર સુધી પહોંચ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.
અમદાવાદ હોમગાર્ડ ભવનના પશ્ચિમના કમાન્ડન્ટ જબબરસિંહ સેખાવત ને ગાંધીનગરનું તેડુ આવે એવા સંકેતો મળી રહ્યા છે.સાહેબ હાલ અમદાવાદ પ્રવાસે આવી ને ગયા છે તેમના પ્રોગ્રામમાં આખી સરકાર વ્યસ્ત થઈ હતી.એક રીતે જોવા જઈએ તો સાહેબનું આગમન થયું એ ડૂબતા માટે તણખલા સમાન સાબિત થયેલ છે.સમગ્ર ભ્રષ્ટાચારની ઘણીબધી સિલસીલા બદ્ધ વિગતો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ની ટીમ દ્વારા એકત્ર કરવામાં આવેલ છે.
સતત સત્ય નો સાથ આપતા નીડર અને નિષ્પક્ષ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ની ટીમ આ ભરષ્ટાચાર ની આખે આખી સિરીઝ ટૂંક જ સમયમાં રિલીઝ કરશે.આજે આપણે સમગ્ર ભરષ્ટાચાર પૈકીના એક એવા એસ.કે.યાદવની વાત કરીશું કે જેમના દ્વારા મસ મોટી રકમ આપીને ખરીદાયેલ પી.કેપ વાળા આઈકાર્ડની વિગતો જાહેર કરીશું.
જે તે સમયના ઇન્ચાર્જ ડિવિઝન કમાન્ડન્ટ એસ.કે.યાદવ અને મળતીયા સત્તાધીશો ની લોલુપી વૃત્તિ એ આખેઆખો ભ્રષ્ટાચાર નો બાગ ખીલવી દીધો છે.
આ પી.કેપ.વાળું આઈકાર્ડ જેનબાન કલ્યાણી બક્કલ નંબર ૨૧૦૬૬ ડિવિઝન ૨ ની વિગતો વાળું આઈકાર્ડ જેનો સમયગાળો ૦૧/૦૪/૨૦૧૯ થી ૩૧/૦૩/૨૦૨૧. સમગ્ર બાબત ની તપાસનો વિષય એટલા માટે ઉભો થાય છે કે આ આઈકાર્ડમાં રેન્ક માં બક્કલ નંબર દર્શાવેલ છે તેની જન્મ તારીખ આઈકાર્ડ મુજબ ૨૨/૦૬/૧૯૯૭ છે પરંતુ હોમગાર્ડ ભરતીના લિસ્ટ મુજબ જન્મ તારીખ ૨૨/૦૬/૧૯૯૪ દર્શાવેલ છે.આમ એક જ વ્યક્તિ ની જન્મ તારીખ અંગે પણ વિસંગતતા જોવા મળી છે.નામ ન જણાવવા ની શરતે હોમગાર્ડના જવાને જણાવ્યું હતું કે આ મળતીયાઓ ને ભરષ્ટાચાર કરતા પણ આવડતું નથી.જન્મ તારીખ ની વિસંગતતા તેમની અણઆવડત ની ચાડી ખાય છે.ખેર સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ના માધ્યમથી અમારી ટીમ દ્વારા આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાનું કામ કર્યું છે.આવા ભ્રષ્ટાચાર ને ડામવાનું અને હોમગાર્ડ જવાનો સાથેના અન્યાય ને અટકાવી મનોબળ વધારવાનું કામ સરકાર નું અને સરકારના ઉચ્ચ અધિકારીઓ નું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here