રખિયાલમાં બુટલેગર પર પોલીસ ત્રાટકી ! પોલીસ અસલી કે નકલી? વિવાદ ઉભો થયો ! સ્થાનિક પોલીસનું નરોવા કુંજરોવા, સમગ્ર કાંડના ફૂટેજ સામેના પાર્લરના સીસીટીવી કેમેરામાં કેદ થયા !

0
536

છેલ્લા ઘણા લાંબા સમયથી અમદાવાદ પોલીસના નામે જુદા જુદા વિવાદ ઊભા થઈ રહ્યા છે. ત્યારે જ રખિયાલમાં એક બુટલેગર ઉપર ત્રાટકેલી પોલીસ અસલી હતી કે નકલી? તે મુદ્દે નવો વિવાદ ઊભો થયો છે. સ્થાનિક પોલીસમાં એવી ચર્ચા ચાલી રહી છે કે વિજિલન્સની ટીમના નામે બોગસ પોલીસ રેડ કરી ગઈ. કમિશનર ઓફિસમાંથી આ મુદ્દે તપાસ કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે. જ્યારે વિજિલન્સના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હોવાની વાત સ્વીકારવામાં આવે છે પરંતુ કંઈ નહીં મળતા નીલ રેડ કરવામાં આવી હોવાની વાત શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ પોલીસમાં થોડા સમય પહેલા જ એસ.ઓ.જી અને વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના ફોજદારો વચ્ચે જાહેરમાં છુટા હાથની મારામારી થઈ હતી. આ ઘટના માંડ માંડ થાળે પડી છે. ત્યારે જ રખિયાલમાં બોગસ વિજિલન્સ ની ટીમ દ્વારા રેડ થઈ હોવાની વાતે જોર પકડ્યું છે. પ્રકરણમાં સત્ય બહાર લાવવા માટે તપાસ કરવાની કવાયત પણ શરૂ થઈ ગઈ છે.

રાત પડતાની સાથે જ રખિયાલ ચકલા પર અમદાવાદ શહેરના તમામ ગુનેગારો, બુટલેગરો અને વહીવટદારોનો મેળો ભરાતો હોય છે. ત્યારે જ બુધવારે રાત્રે ના સુમારે ખ્યાલના નસરુ નામના બુટલેગરના માણસો પર પોલીસ અને વાહનોમાં લઈ જવા તો દારૂનો જથ્થો ઝડપી લીધો.
પોલીસમાં ચાલતી ચર્ચા મુજબ નસરુના કેટલાક માણસો દરોડાની જગ્યાએ પહોંચી ગયા અને કોઈ ભલામણની વાત કરતા એજન્સીમાંથી આવેલી પોલીસે ચાલતી પકડી.
આ વાતની જાણ સ્થાનિક પોલીસને થઈ તો તેમણે તપાસ શરૂ કરી કે દરોડા પાડવા માટે કોણ આવ્યું હતું ‌ સ્થાનિક પોલીસને કંઈ કડીઓ નહીં મળતા તેમણે બનાવટી પોલીસ હોવાનું ચલાવ્યું.

રખિયાલમાં બનાવટી પોલીસે ત્રાટકી અને દરોડા પાડી ગઈ
હોવાની વાત પોલીસ કમિશનર ઓફિસ સુધી પહોંચી ગઈ. તપાસ કરવાના આદેશ છુટયા. સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કવાયતમાં સામેના પાર્લરમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં સંપૂર્ણ ઘટના કેદ થઈ ગઈ. જે મેળવીને તપાસ શરૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here