AHMEDABAD : જુહાપુરાના ભુમાફિયા મુશીરે ક્રાઇમ બ્રાન્ચના વગદાર પોલીસવાળાઓને દુબઈ અને સિંગાપુર મલેશિયાની લક્ઝરીયસ ટુર કરાવી બની ચર્ચાનો વિષય !

0
8918

અમદાવાદ શહેર પોલીસનો વિદેશી યોગ, જેસીપી ગૌતમ પરમાર અને સંજય શ્રીવાસ્તવ વિદેશ પ્રવાસે જઈ આવ્યા !

જુહાપુરાના ભુમાફિયા મુશીરે ક્રાઇમ બ્રાન્ચના વગદાર પોલીસવાળાઓને દુબઈ અને સિંગાપુર મલેશિયાની લક્ઝરીયસ ટુર કરાવી બની ચર્ચાનો વિષય !

જમીન દલાલ સિંગાપુરના પ્રવાસે સાથે બે પોલીસ કર્મીઓને લઈ ગયો હોવાની ચર્ચા

અમદાવાદ શહેર પોલીસમાં હમણાં જાણે કે વિદેશ યોગ ચાલી રહ્યો છે. સંયુક્ત પોલીસ કમિશનર, સેક્ટર -2 ગૌતમ પરમાર વીસેક દિવસ સુધી વિદેશ ફરી આવ્યા. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સામાજિક કાર્યક્રમ માટે વિદેશના પ્રવાસે જઈ આવ્યા. આઇપીએસ અધિકારીઓની વાત તો જુદી છે પરંતુ અમદાવાદના કેટલાક વગદાર પોલીસવાળાઓને થોડા સમય પહેલા જ જુહાપુરાના ભૂ માફિયાએ દુબઈની ટુર કરાવી હતી. તમામ પોલીસ કર્મીઓ કોઈપણ જાતની પરવાનગી કે રજા લીધા વગર ગુલ્લીમારીને વિદેશ ફરી આવ્યા અને દરેકની પાછળ ભૂ માફિયાએ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. જે ફરિયાદ કમિશનર ઓફિસ સુધી પહોંચતા તપાસ શરૂ થઈ ગઈ.
જુહાપુરાનો કુખ્યાત ભુ માફિયા સિંગાપોરના પ્રવાસે પહોંચી ગયો હતો જેની સાથે અમદાવાદના બે પોલીસકર્મીઓ સિંગાપોર ફરવા પહોંચી ગયા જેની તેમણે સિનિયર અધિકારીઓને કોઈ જાણ પણ કરી નથી.ભૂ માફિયા સાથે વિદેશ ફરવા પહોંચી જતા કે તેની મહેરબાનીથી વિદેશ ફરવા ગયેલા પોલીસવાળાઓની તપાસ કરવામાં આવે તો ચોક્કસ મોટી ગોઠવણ સામે આવે તેવી શક્યતા છે.

ચાલુ વર્ષે રથયાત્રાને લઈને ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસને ખૂબ જ ચિંતા હતી. કેમ કે આતંકવાદી સંગઠની ધમકી મળી હતી. રથયાત્રાના બે દિવસ પહેલા જ ઉદયપુરમાં એક દરજી યુવકની ઘાતકી હત્યા કરી તેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. ઘટનાઓને લઈને પોલીસ ખૂબ જ ચિંતા હતી જોકે રંગેચંગે રથયાત્રા સલામત રીતે પૂર્ણ થઈ ગઈ અને થાક ઉતારવા માટે ગૌતમ પરમાર વેપારી મિત્રો સાથે વિદેશ પહોંચી ગયા .જેઓ પરત આવીને ફરજ ઉપર હાજર થઈ ગયા ,ગૌતમ પરમારના આગમન સાથે જ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સામાજિક કાર્યક્રમ માટે પખવાડિયાની રજા લઈને વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ અજય ચૌધરીને સોંપવામાં આવ્યો . અજય ચૌધરીએ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો કે કમિશનર ઓફિસમાં જુદા જુદા ક્ષેત્રના કલાકારો નજરે પડતા થઈ ગયા હતા

થોડા સમય પહેલા જુહાપુરાના એક ભૂ માફીયા કે જેના ઇશારે સ્થાનિક વિસ્તારના બે ત્રણ પોલીસ મથકોનો વહીવટ ચાલતો હોય છે તે પોલીસ માથકોના વગદાર પોલીસ કર્મચારીઓને દુબઈની લક્ઝરીયસ ટુર કરાવી હતી. દરેક વગદાર પોલીસવાળા પાછળ લાખો રૂપિયાનો ખર્ચો પણ કરવામાં આવ્યો હતો.

આ વાત બહાર નહીં આવતા પોલીસવાળાઓની હિંમત ખુલી ગઈ અને હાલ સિંગાપુર ફરવા ગયો તો તેની સાથે બે પોલીસ કર્મચારીઓ પણ સિંગાપોર પહોંચી ગયા હતા.

માફીઆઓ સાથે વિદેશ પ્રવાસ કરી આવેલા તમામ પોલીસ કર્મચારીઓની વિગતો પોલીસ કમિશનર ઓફિસ ડીજીપી ઓફિસ અને ગૃહ વિભાગમાં પહોંચી ગઈ છે આ તમામ લોકોની તપાસ કરવાની કવાયત પણ શરૂ થઈ ગઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here