GUJARAT : કોંગ્રેસ ની જાસૂસી કરી ભાજપને ફાયદો કરાવતા યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ નું રાજીનામુ ! ટૂંક સમયમાં કરશે કેસરિયો ધારણ !

0
370

રાજીનામુ આપનારા યુવક કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલા પાસે દોઢ કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા હોવાની શરૂ થઈ ચર્ચા !

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે. કોંગ્રેસમાંથી એક પછી એક દિગ્ગજ નેતાઓ રાજીનામું આપી રહ્યાં છે. તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમારે રાજીનામું આપીને કેસરીયો ખેસ ધારણ કર્યો છે. આમ તો 2002થી જોઈએ તો અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી કુલ 65 નેતાઓએ રાજીનામાં આપ્યાં છે. 2017 બાદ 15 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કહ્યું છે. ત્યારે આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલાં જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી દેતાં રાજકારણ ગરમ થયું છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે યુવક કોંગ્રેસના પ્રમુખ બનાવવા માટે દોઢ કરોડ લીધાં છે.

ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જોડાશે ભાજપમાં !
ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે થઈ બંધ બારણે બેઠક !
કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર સાથે પણ કરી મુલાકાત !
પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ વિશ્વનાથસિંહની કરાવી મુલાકાત !
ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સાથેના એક્સક્લઝીવ ફોટો આવ્યા સામે !
ગુજરાત યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડૉ.વનરાજસિંહ ચાવડા પણ રહ્યા ઉપસ્થિત !
ગઈકાલે વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here