AHMEDABAD : રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં બોલતી નોકરીના કોન્સ્ટેબલ રેવા ભરવાડ ને ક્યાં ઉચ્ચ અધિકારીઓના છે આશીર્વાદ !? કે ઝોન 1 ડીસીપી પણ ચુપકીદી કરી બેસી ગયા !? કે પછી રેવા ભરવાડ જોડે છે કોઈ ઉચ્ચ અધિકારીઓના બે નંબરી કામ !?

0
268

રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં બોલતી નોકરીના કોન્સ્ટેબલ રેવા ભરવાડ ને ક્યાં ઉચ્ચ અધિકારીઓના છે આશીર્વાદ !? કે ઝોન 1 ડીસીપી પણ ચુપકીદી કરી બેસી ગયા !? કે પછી રેવા ભરવાડ જોડે છે કોઈ ઉચ્ચ અધિકારીઓના બે નંબરી કામ !?

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી તોડકાંડ ને લઈ ગુજરાત પોલીસની છબી ખરડાઈ રહી છે જેમાં અમુક ગણ્યા ગાંઠ્યા પોલીસ કર્મચારીઓ ને કારણે આખી ગુજરાત પોલીસ બદનામ થઈ રહી છે જેને લઈ ગુજરાત ની જનતા ને પોલીસ ઉપર ભરોસો ઉઠી જવા પામ્યો છે.
વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રેવા ભરવાડ ની કે જેઓ ની નોકરી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં બોલાઇ રહી છે પરંતુ તારીખ 10/06/2020 ના દિવસથી ઝોન 1 સ્કોર્ડ માં કામ કરી રહ્યા હોવાની વાત સંબંધીતોમાં ભારે ચર્ચા નું કેન્દ્ર બની છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા બનાવવા માં આવેલ સ્કોર્ડ માં પણ રેવા ભરવાડનું નામ ન હોવા છતાં પણ રેવા ભરવાડ ઝોન 1 માં ફરજ બજાવતા હોવાનું રટણ ચાલુ રાખી ને અનેક બીજા નાના કર્મચારીઓને ડરાવી રહ્યા હોવાની અનેક વાતો ચર્ચામાં આવી રહી છે.
થોડા સમય પહેલા ઝોન 1 ડીસીપી સ્કોર્ડ દ્વારા વાડજ વિસ્તારમાંથી અંગ્રેજી દારૂ ની પેટીઓ પકડવામાં આવી હતી અને તેમાં પણ બે વહીવટદારો વચ્ચે બોલાચાલી થઈ હતી અને જેમાં ડીસીપી ઓફિસમાં જ દારૂ છુપાડી દેવાની હકીકત સામે આવતા ખુદ ડીસીપી લવીના સિંગ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી હતી પરંતુ પોતાનું સામ્રાજ્ય ધરાવતા રેવા ભરવાડ વાડજ નો વહીવટ કરતા હોવાથી અનેક બુટલેગરો જોડે ઘરોબો ધરાવતા રેવા ભાઈ ભરવાડે ઝોન 1 સ્કોર્ડ ની ટીમ ને તતડાવ્યા હતા કે અહીં મને પૂછ્યા વગર કેમ રેડ કરી જેથી રેવા ભરવાડ ઉપર અનેક સવાલો ઉભા થવા પામ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here